પિન્કી ઈરાનીએ જૅકલિન અને નોરાની મુલાકાત સુકેશ સાથે કરાવી આપી હતી. બાદમાં સુકેશે તેમને મોંઘીદાટ ગિફ્ટ્સ પણ આપી હતી

જૅકલિન ફર્નાન્ડિસ અને સુકેશ ચન્દ્રશેખર
સુકેશ ચન્દ્રશેખર સાથે જોડાયેલા બસો કરોડના મની લૉન્ડરિંગના કેસમાં જૅકલિન ફર્નાન્ડિસે રોષ કાઢતાં જણાવ્યું કે સુકેશે તેની લાઇફ અને કરીઅર ખરાબ કર્યાં છે. આ કેસમાં નોરા ફતેહીનું નામ પણ જોડાયેલું છે. બન્નેનું એવું જ કહેવું છે કે તેમને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. પિન્કી ઈરાનીએ જૅકલિન અને નોરાની મુલાકાત સુકેશ સાથે કરાવી આપી હતી. બાદમાં સુકેશે તેમને મોંઘીદાટ ગિફ્ટ્સ પણ આપી હતી. જૅકલિને જણાવ્યું હતું કે સુકેશે પોતાને સાઉથના ફેમસ સન ટીવીનો માલિક જણાવ્યો હતો. જૅકલિને જણાવ્યું કે તે સુકેશને માત્ર બે વખત જ મળી હતી. સુકેશની વિરુદ્ધ દાખલ ત્રીજી ચાર્જશીટમાં જૅકલિનને સાક્ષી તરીકે રજૂ કરવામાં આવી છે. એ દરમ્યાન જૅકલિને કહ્યું કે ‘સુકેશે મારી લાગણીઓ સાથે રમત કરી છે. તેણે મારી લાઇફ, મારી કરીઅર અને મારી રહેણીકરણી બરબાદ કરી નાખી છે.’