Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > News in Short: કાર્તિક શું લઈને આવી રહ્યો છે? તો ‘રુદ્ર’ માટે ૧૨૫ કરોડ લેશે અજય?

News in Short: કાર્તિક શું લઈને આવી રહ્યો છે? તો ‘રુદ્ર’ માટે ૧૨૫ કરોડ લેશે અજય?

20 June, 2021 11:37 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફોટોમાં તેના વાળ લાંબા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, ‘આ રહા હૈ કુછ અલગ સા. અંદાજા લગાઓ.’

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન


કાર્તિક આર્યન ધમાકો કરવાની તૈયારીમાં દેખાઈ રહ્યો છે. તે હાલમાં ‘ધમાકા’માં જોવા મળવાનો છે. રામ માધવાનીની આ ફિલ્મ કોરિયાની ‘ધ ટેરર લાઇવ’ની હિન્દી રીમેક છે. આ ફિલ્મ એક બૉમ્બ-બ્લાસ્ટની સ્ટોરી પર આધારિત છે. કાર્તિકે પોતાનો ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં તેના વાળ લાંબા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, ‘આ રહા હૈ કુછ અલગ સા. અંદાજા લગાઓ.’

‘રુદ્ર’ માટે ૧૨૫ કરોડ લેશે અજય દેવગન?



Ajay Devgn


અજય દેવગન ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થનારી ‘રુદ્ર’ માટે ૧૨૫ કરોડ રૂપિયા લેશે એવી ચર્ચા ચાલી રહી છે. આ શો દ્વારા અજય દેવગન ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાનો છે. બ્રિટિશ શો ‘લુથર’ની આ હિન્દી રીમેક છે. એમાં અજય દેવગન એક અનોખા અવતારમાં દેખાશે. એવું જાણવા મળ્યું છે કે તે બે મહિનાની અંદર શૂટિંગ પૂરું કરશે. સ્ટાર નેટવર્ક સાથે અજય દેવગનના સંબંધ સારા છે. આ જ કારણ છે કે તેની આવનારી ફિલ્મ ‘ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’ને હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. આ સિવાય તેણે પાંચ વર્ષથી આ નેટવર્ક સાથે સૅટેલાઇટ રાઇટ્સની ડીલ પણ કરી છે. એથી જ્યારે સ્ટાર નેટવર્કે તેને ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાનું કહ્યું ત્યારે તેણે તરત હા કહી દીધું હતું.

જુલાઈમાં હૉટસ્ટાર પર રિલીઝ થશે ‘હંગામાં 2’


Hungama 2

શિલ્પા શેટ્ટી કુન્દ્રા, પરેશ રાવલ અને મીઝાન જાફરીની ‘હંગામા 2’ ડિઝની+હૉટસ્ટાર પર જુલાઈમાં રિલીઝ થશે. આ ફિલ્મ પહેલાં ગયા વર્ષે ૧૪ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થવાની હતી. જોકે કોરોનાને કારણે થિયેટર્સ ફરી બંધ કરવામાં આવ્યાં હતાં. મોટા ભાગની ફિલ્મો ફરી ડિજિટલ પ્લૅટફૉર્મ પર કરવામાં આવી રહી છે. આ ફિલ્મ બાદ અજય દેવગનની ‘ભુજ’ અને સૈફ અલી ખાન અને અર્જુન કપૂરની ‘ભૂત પોલીસ’ પણ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે. પ્રિયદર્શન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ સીક્વલ બહુ જલદી એટલે કે જુલાઈમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું ફાઇનલ એડિટિંગ પણ થઈ ગયું છે. આ એક ફૅમિલી એન્ટરટેઇનર છે જેની રિલીઝની તારીખ ડિઝની+હૉટસ્ટાર દ્વારા જાહેર કરવામાં આવશે. આ ફિલ્મનું ટ્રેલર ૧૦ જુલાઈએ રિલીઝ કરવાની યોજના હોવાથી ફિલ્મ જુલાઈ-એન્ડમાં રિલીઝ કરવામાં આવશે.

રમેશ તૌરાણીને કેમ નથી મળી રહ્યાં વૅક્સિન સર્ટિફિકેટ?

Ramesh Taurani

રમેશ તૌરાણીએ તેમના સ્ટાફના ૩૫૬ લોકોને વૅક્સિન ડ્રાઇવ હેઠળ વૅક્સિન તો અપાવી, પરંતુ હજી સુધી તેમને સર્ટિફિકેટ નથી મળ્યાં. એથી તેમને હવે એવી શંકા થઈ રહી છે કે શું ખરેખર વૅક્સિન આપવામાં આવી છે કે પછી સલાઇન વૉટર આપવામાં આવ્યું છે. મુંબઈમાં બનાવટી વૅક્સિન ડ્રાઇવનું કૌભાંડ ચાલી રહ્યું છે. એ સંદર્ભે તેમણે પોલીસ-ફરિયાદ પણ નોંધાવી છે. આ આખી ઘટના પર પ્રકાશ પાડતાં રમેશ તૌરાણીએ કહ્યું કે ‘હા, અમે હજી સુધી સર્ટિફિકેટ્સની રાહ જોઈ રહ્યા છીએ. મારા ઑફિસના સ્ટાફે જ્યારે એસ. પી. ઇવેન્ટ્સના સંજય ગુપ્તાને કૉન્ટૅક્ટ કર્યો તો તેમણે કહ્યું કે ૧૨ જૂને સર્ટિફિકેટ્સ મળી જશે. અમે ૩૫૬ લોકોને વૅક્સિન અપાવી છે અને પ્રત્યેક ડોઝ માટે ૧૨૦૦ રૂપિયા અને જીએસટી ચૂકવી છે. પૈસા કરતાં તો હવે અમને એ વાતની ચિંતા થાય છે કે તેઓ અમને શું આપશે? શું તેમણે અમને કોવિશીલ્ડ આપી છે કે પછી સલાઇન વૉટર?’

વૅક્સિન માટે ડૉક્ટરનો આભાર માન્યો વરુણ ધવને

Varun Dhawan

વરુણ ધવને વૅક્સિન લીધી અને ત્યાર બાદ ડૉક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો. વરુણ આજકાલ પોતાની લાઇફની રોજબરોજની ઍક્ટિવિટી શૅર કરતો રહે છે. તેણે હાલમાં જણાવ્યું હતું કે તેણે તેના ડૉગનું નામ જોઈ રાખ્યું છે. તે તેના ફૅન્સને પણ વિવિધ વિષયો પર સલાહ આપે છે અને ક્યારેક તે કૉમેડી કરીને લોકોને હસાવે પણ છે. વૅક્સિનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વરુણે કૅપ્શન આપી હતી, ‘વૅક્સિનેટેડ. અદ્ભુત ડૉક્ટર્સનો આભાર. કોઈને ખટકવા કરતાં જાઓ વૅક્સિન લઈ લો.’

Whatsapp-channel Whatsapp-channel

20 June, 2021 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK