Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરવા ચૌથમાં નથી માનતી રિયા કપૂર

કરવા ચૌથમાં નથી માનતી રિયા કપૂર

19 October, 2021 02:29 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે ૧૪ ઑગસ્ટે પોતાના ફ્રેન્ડ કરણ બુલાની સાથે લગ્ન કરી લીધાં છે

રિયા કપૂર પતિ કરણ બુલાની દબસાથે

રિયા કપૂર પતિ કરણ બુલાની દબસાથે


કરવા ચૌથનું વ્રત રાખવાની સલાહ આપનાર લોકોનો રિયા કપૂરે ક્લાસ લીધો છે. તેણે ૧૪ ઑગસ્ટે પોતાના ફ્રેન્ડ કરણ બુલાની સાથે લગ્ન કરી લીધાં છે. આ વખતે તેની પહેલી કરવા ચૌથ છે. જોકે તે આવા વ્રતમાં વિશ્વાસ નથી રાખતી. એ વિશે ઇન્સ્ટાસ્ટોરી પર એક નોટ શૅર કરીને રિયાએ લખ્યું હતું, ‘સૌને સન્માનપૂર્વક જણાવવા માગું છું કે કરવા ચૌથની ગિફ્ટ આપવા કે અને મળવા મારી પાસે ન આવતા. કરણ અને હું આ વસ્તુમાં ભરોસો નથી રાખતાં. જોકે અન્ય દંપતીઓ જેને એમાં રસ હોય અને તેઓ આવું પર્વ મનાવતાં હોય તેમના પ્રત્યે અમને સન્માન છે. આ વ્રત અમારા બન્ને માટે નથી. એથી હું કોઈ એવી વસ્તુને પ્રમોટ નથી કરતી જેમાં મને ભરોસો ન હોય. સાથે જ એના ઉદ્દેશ પર પણ મને વિશ્વાસ નથી. મને લાગે છે કે જો આપણે આપણી જાતનું અને એકમેકની કાળજી લઈએ તો સારી વાત છે. આ બધું હું એટલા માટે લખું છું, કેમ કે કેટલાક અજાણ્યા લોકો મને સમજાવી રહ્યા છે કે હું પાગલપન કરી રહી છું. તેમના કહેવા મુજબ મારે આ વ્રત કરવું જોઈએ, કેમ કે આ મારું પહેલું વ્રત છે. ના, આભાર. આગળ વધો. જો તમે આ વાંચી રહ્યા હો તો આ બકવાસ જાણવા બદલ થૅન્ક યુ.’


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2021 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK