શશાંત શાહના નિર્દેશનમાં બનેલી ‘ચિરૈયા’ મૅરિટલ રેપ અને ઘરેલુ હિંસા જેવા ગંભીર મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કરે છે. વાર્તાના કેન્દ્રમાં કમલેશ (દિવ્યા દત્તા) છે જે એક પરંપરાગત પરિવારમાં આદર્શ વહુ છે.
OTT જંક્શન
ચિરૈયા
શશાંત શાહના નિર્દેશનમાં બનેલી ‘ચિરૈયા’ મૅરિટલ રેપ અને ઘરેલુ હિંસા જેવા ગંભીર મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કરે છે. વાર્તાના કેન્દ્રમાં કમલેશ (દિવ્યા દત્તા) છે જે એક પરંપરાગત પરિવારમાં આદર્શ વહુ છે. તેના દિયરનાં લગ્ન પછી દેરાણી પૂજા પોતાના વૈવાહિક જીવનમાં યૌન શોષણનો ભોગ બને છે. આ કથા એક સ્ત્રીના દૃષ્ટિકોણથી અનેક મહિલાઓનાં દુઃખો અને દ્વિધાને દર્શાવે છે જ્યાં લગ્ન પછી શારીરિક સંબંધોને ‘પત્નીધર્મ’ માનવામાં આવે છે. કમલેશ સામે હવે બે રસ્તા છે. આ સિરીઝમાં સંજય મિશ્રા પણ મુખ્ય ભૂમિકામાં છે. ‘ચિરૈયા’ જિયોહૉટસ્ટાર પર જોવા મળશે.
ADVERTISEMENT
બૉર્ડર 2

આ ફિલ્મમાં સની દેઓલ, વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજિત દોસાંઝ મુખ્ય ભૂમિકામાં છે. ‘બૉર્ડર 2’ ૧૯૯૭ની ‘બૉર્ડર’ના વારસાને આગળ વધારે છે અને ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન ભારતીય સેનાની બહાદુરી દર્શાવે છે. અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ‘ઑપરેશન ચંગેઝ ખાન’થી શરૂ થાય છે. ફિલ્મની વાર્તા ૩ સૈન્ય-અધિકારીઓ મહેન્દ્ર સિંહ રાવત, નિર્મલ જીત સિંહ સેખોં અને મેજર હોશિયાર સિંહ દહિયાની મિત્રતા પર આધારિત છે.
‘બૉર્ડર 2’ નેટફ્લિક્સ પર જોવા મળશે.
જટાધારા

સુધીર બાબુ અને સોનાક્ષી સિંહાની ‘જટાધારા’ એક કલ્પિત અલૌકિક થ્રિલર છે. ફિલ્મની કહાની શિવ નામના પાત્રને કેન્દ્રમાં રાખે છે જે દિવસ દરમ્યાન કૉર્પોરેટ એક્ઝિક્યુટિવ છે અને રાત્રે ‘ભૂત’નો શિકારી બને છે. તેનો હેતુ અલૌકિક શક્તિઓના અસ્તિત્વને ખોટું સાબિત કરવાનો છે, પરંતુ ‘પિશાચ બંધનમ’ જેવી પ્રતિબંધિત વિધિ અને કેરલમના અનંત પદમનાભસ્વામી મંદિરના રહસ્યમય ખજાના સાથે જોડાયેલી ઘટના તેના વિશ્વાસને હચમચાવી દે છે. ધીમે-ધીમે શિવને સમજાય છે કે તેનો જન્મ એક દૈવી બલિદાન પૂરું કરવા માટે થયો છે.
‘જટાધારા’ ઝી5 પર જોવા મળશે.
