Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મને અશાંત લગ્ન કરતાં ખુશ રહીને સિંગલ રહેવું વધુ પસંદ છે

મને અશાંત લગ્ન કરતાં ખુશ રહીને સિંગલ રહેવું વધુ પસંદ છે

Published : 21 March, 2026 03:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિવ્યા દત્તાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે મૅરેજ હવે તેની પ્રાથમિકતા નથી, ઍક્ટ્રેસ દિવ્યા દત્તા ફરી એક વાર પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. ૪૮ વર્ષની ઉંમરે પણ સિંગલ રહેલી દિવ્યાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને...

મને અશાંત લગ્ન કરતાં ખુશ રહીને સિંગલ રહેવું વધુ પસંદ છે

મને અશાંત લગ્ન કરતાં ખુશ રહીને સિંગલ રહેવું વધુ પસંદ છે


ઍક્ટ્રેસ દિવ્યા દત્તા ફરી એક વાર પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. ૪૮ વર્ષની ઉંમરે પણ સિંગલ રહેલી દિવ્યાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને અશાંત લગ્ન કરતાં ખુશ રહીને સિંગલ રહેવું વધુ પસંદ છે.
દિવ્યાએ વાતચીત દરમ્યાન કહ્યું હતું કે ‘હું જીવનમાં ઘણી ભૂલો કરીને પરિસ્થિતિનો સામનો કરતાં શીખી છું. હું હવે એવી પરિસ્થિતિમાં નથી જવા માગતી જ્યાં સંબંધોમાં તનાવ અથવા અસંતુલન હોય. લગ્ન અથવા લાંબા સંબંધ માટે બન્ને તરફથી સમાન સમજ અને સહકાર જરૂરી હોય છે. મારા જીવનમાં પ્રેમ માટે હજી જગ્યા છે, પરંતુ લગ્ન હવે મારી પ્રાથમિકતા નથી. અભિનેત્રી તરીકેનું જીવન અનિશ્ચિત અને વ્યસ્ત હોય છે એટલે એવો સાથી જોઈએ જે સમજદાર હોય અને મારા કામને સમજે. સમય સાથે મને સમજાયું કે ખુશ રહેવા માટે હંમેશાં કોઈ પાર્ટનર હોવો જરૂરી નથી. હું એકલા રહીને પણ શાંતિ અને સંતોષ અનુભવું છું.’


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2026 03:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK