અશોક ખરાત ઓશનો જલમાં કૂટી-કૂટીને વાયેગ્રા ભેળવતો હોવાનો અંજલિ દમણિયાનો આક્ષેપ
અંજલિ દમણિયા
મંત્ર અને તંત્રની મદદથી મહિલાઓને હિપ્નોટાઇઝ કરીને તેમના પર બળાત્કાર કરવાનો આરોપ ધરાવતા અશોક ખરાતનાં નવાં કૌભાંડો પ્રકાશમાં આવી રહ્યાં છે. સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ આરોપ લગાવ્યો હતો કે અશોક ખરાત વાયેગ્રા ઉમેરીને ‘ઓશનો જલ’ બનાવતો હતો અને રાજકારણીઓ એ મેળવવા માટે લાઇનમાં ઊભા રહેતા હતા.
અંજલિ દમણિયાએ કહ્યું હતું કે ‘અશોક ખરાત સમુદ્રનું પાણી કફ સિરપમાં ઉમેરીને એને વાયેગ્રામાં ભેળવીને ઓશનો જલ બનાવતો હતો. ઘણા રાજકારણીઓ આ પાણી મેળવવા માટે પોતાની કાર અને હેલિકૉપ્ટર મોકલતા હતા. અંજલિ દમણિયાએ આરોપ લગાવ્યો હતો કે એમાંથી એક તિરુપતિ બાલાજી મંદિરનો ટ્રસ્ટી છે.
ADVERTISEMENT
પાંડુરંગનાં દર્શન
અંજલિ દમણિયાએ રૂપાલી ચાકણકરનો એક જૂનો વિડિયો બહાર પાડ્યો છે જેમાં રૂપાલી ચાકણકર કહે છે કે હવે જ્યારે અષાઢી એકાદશી આવી ગઈ છે ત્યારે જેમણે પાંડુરંગનાં દર્શન નથી કર્યાં તેમણે અશોક ખરાતનાં દર્શન કરવાં જોઈએ.
