નીતુ કપૂરે સોશ્યલ મીડિયામાં પતિ રિશી કપૂરની એક ખાસ તસવીર શૅર કરી છે. હકીકતમાં ૧૩ એપ્રિલે રિશી અને નીતુની સગાઈની ૪૬મી વર્ષગાંઠ હતી એટલે આ દિવસે દિવંગત પતિને યાદ કરીને નીતુએ આ તસવીર શૅર કરી છે. રિશી કપૂરનું ૨૦૨૦માં અવસાન થયું હતું.
નીતુ કપૂરે અને રિશી કપૂરની તસવીર
નીતુ કપૂરે સોશ્યલ મીડિયામાં પતિ રિશી કપૂરની એક ખાસ તસવીર શૅર કરી છે. હકીકતમાં ૧૩ એપ્રિલે રિશી અને નીતુની સગાઈની ૪૬મી વર્ષગાંઠ હતી એટલે આ દિવસે દિવંગત પતિને યાદ કરીને નીતુએ આ તસવીર શૅર કરી છે. તસવીરમાં રિશી-નીતુ સ્માઇલિંગ ફેસ સાથે દેખાઈ રહ્યાં છે. આ તસવીર સાથે નીતુએ લખ્યું છે, ‘આ જ દિવસે ૧૯૭૯માં સગાઈ થઈ હતી. સમય જાણે ઊડીને ચાલ્યો જાય છે.’
રિપોર્ટ પ્રમાણે રિશી અને નીતુની પહેલી મુલાકાત ૧૯૭૦માં ફિલ્મ ‘ઝહરીલા ઇન્સાન’ના સેટ પર થઈ હતી અને એ પછી ૧૯૭૬માં ‘કભી કભી’ના શૂટિંગ વખતે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. આખરે ૧૯૮૦ની ૨૨ જાન્યુઆરીએ રિશી-નીતુનાં લગ્ન થઈ ગયાં હતાં અને તેમને બે સંતાનો રણબીર કપૂર અને રિદ્ધિમા છે. રિશી કપૂરનું કૅન્સરની સારવાર દરમ્યાન ૨૦૨૦ની ૩૦ એપ્રિલે અવસાન થયું હતું.

