નવાઝુદ્દીન અને એલનાઝ જોવા મળશે સંગીનમાં
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકી અને એલનાઝ નૌરોઝી ‘સંગીન’માં સાથે કામ કરવાનાં છે. આ બન્નેએ આ અગાઉ ‘સેક્રેડ ગેમ્સ’માં પણ સાથે કામ કર્યું હતું. તેઓ હવે ડિરેક્ટર અને રાઇટર જયદીપ ચોપડાની ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું મ્યુઝિક રફતાર આપશે. ફિલ્મને 2021માં થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ વિશે નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘હું ‘સેક્રેડ ગેમ્સ’ની મારી કો-સ્ટાર એલનાઝ નૌરોઝી સાથે ફરીથી કામ કરવા માટે ઉત્સાહિત છું. ફિલ્મની સ્ક્રિપ્ટ સાથે એક અલગ પ્રકારનો એક્સપરિમેન્ટ કરવામાં આવ્યો છે. મને પૂરી આશા છે કે જયદીપ ચોપડા એની સાથે પૂરો ન્યાય કરશે. અમે સાથે મળીને નક્કી કંઈ અદ્ભુત લઈને આવીશું.’
આ વિશે એલનાઝે કહ્યું હતું કે ‘ફિલ્મ ‘સંગીન’ની સ્ક્રિપ્ટ અવર્ણનીય છે. એક ઍક્ટર તરીકે હું હંમેશાં આવો રોલ ભજવવા માગતી હતી. એ અટપટા કૅરૅક્ટરને ભજવવા માટે હું આતુર છું જેને જયદીપ સરે ખૂબ જ સચોટતાથી લખ્યું છે.’