Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નવાઝુદ્દીન ઑસ્કરને યોગ્ય હોવાનું કહે છે ફૅન્સ

નવાઝુદ્દીન ઑસ્કરને યોગ્ય હોવાનું કહે છે ફૅન્સ

19 December, 2022 03:29 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘હડ્ડી’ના તેના નવા લુકને જોઈને કરી રહ્યા છે પ્રશંસા

નવાઝુદ્દીન સિદ્દીકી ઇન હડ્ડી

નવાઝુદ્દીન સિદ્દીકી ઇન હડ્ડી


નવાઝુદ્દીન સિદ્દીકીએ તેની ‘હડ્ડી’ના નવા લુકને શૅર કર્યો છે, જેને જોઈને તેના ફૅન્સ તેની  પ્રશંસા કરતાં થાકતા નથી. તેમનું કહેવું છે કે નવાઝુદ્દીન ઑસ્કરને યોગ્ય છે. આ ફિલ્મમાં તે ટ્રાન્સજેન્ડરના રોલમાં દેખાવાનો છે. એ લુક માટે તૈયાર થવામાં તેને ત્રણ કલાક લાગતાં હતા. ફિલ્મમાં તેની સાથે ટ્રાન્સજેન્ડર્સ પણ જોવા મળવાના છે. તેમની લાઇફને નજીકથી જાણવા માટે નવાઝુદ્દીને ટ્રાન્સજેન્ડર સાથે પણ સમય પસાર કર્યો હતો. નવાઝુદ્દીને આ ફિલ્મનો નવો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. એ ફોટોમાં તેણે લાલ સાડી પહેરી છે અને લાલ બિંદીની સાથે હેવી જ્વેલરી પણ પહેરી છે. આ ફોટોને જોઈને એક કમેન્ટ કરી કે ‘કહાં સે લાયા હૈ યે ટૅલન્ટ કા દુકાન. પતા નહીં ક્યા ક્યા છુપા રખા હૈ અપને અંદર. હર બાર વી આર સ્ટન્ડ.’ તો કેટલાકે તેને લેજન્ડ કહ્યો છે. 

એક ફૅને કમેન્ટ કરી કે ‘યે બંદા ઑસ્કર ડિઝર્વ કરતા હૈ.’ તો અન્યએ કમેન્ટ કરી કે ‘સર, એવું કાંઈ છે જે તમે ન કરી શકો? લવ.’


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2022 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK