Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘હડ્ડી’માં ટ્રાન્સજેન્ડર સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો : નવાઝુદ્દીન

‘હડ્ડી’માં ટ્રાન્સજેન્ડર સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો : નવાઝુદ્દીન

18 November, 2022 02:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ દ્વારા ટ્રાન્સજેન્ડરની લાઇફમાં ડોકિયું કરવામાં આવશે.

નવાઝુદ્દીન સિદ્દીકી ઇન હડ્ડી

નવાઝુદ્દીન સિદ્દીકી ઇન હડ્ડી


નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું છે કે તેની આગામી ફિલ્મ ‘હડ્ડી’માં ટ્રાન્સજેન્ડર સાથે કામ કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો હતો. આ ફિલ્મ દ્વારા ટ્રાન્સજેન્ડરની લાઇફમાં ડોકિયું કરવામાં આવશે. ફિલ્મનો ફર્સ્ટ લુક જ્યારથી બહાર પાડવામાં આવ્યો છે ત્યારથી જ લોકોમાં આ ફિલ્મને લઈને તાલાવેલી છે. આ ફિલ્મમાં તેણે ૮૦થી પણ વધારે ટ્રાન્સજેન્ડર સાથે કામ કર્યું છે. આ ફિલ્મને ઝી સ્ટુડિયોઝ અને અનંદિતા સ્ટુડિયોઝે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મને અક્ષત અજય શર્માએ ડિરેક્ટ કરી છે, જે આવતા વર્ષે રિલીઝ થવાની છે. ફિલ્મની એક સીક્વન્સનો ફોટો નવાઝુદ્દીને શૅર કર્યો છે. એ ફોટોમાં તે પોતે પણ ટ્રાન્સજેન્ડર બનેલો દેખાય છે અને તેની આસપાસ પણ આ જ લોકો ઊભા છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નવાઝુદ્દીને કૅપ્શન આપી હતી, ‘ફિલ્મ ‘હડ્ડી’માં ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી સાથે કામ કરવાથી માંડીને ટ્રાન્સજેન્ડરનો રોલ કરવો મારા માટે અદ્ભુત અનુભવ છે.’

તેમને વધુ નજીકથી જાણવાની તક મળવા વિશે નવાઝુદ્દીને કહ્યું કે ‘ફિલ્મ ‘હડ્ડી’માં ટ્રાન્સજેન્ડર મહિલાઓ સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો છે. તેમની કમ્યુનિટીને સમજવી એ મારા માટે સન્માન અને ગર્વ લેવા જેવી વાત છે. તેમની હાજરી તાકાત આપનારી છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2022 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK