Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નવાઝુદ્દીનની વાઇફ દેખાઈ મિસ્ટરી મૅન સાથે

નવાઝુદ્દીનની વાઇફ દેખાઈ મિસ્ટરી મૅન સાથે

06 June, 2023 03:56 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવાઝુદ્દીન સિદ્દીકીની વાઇફ આલિયા સિદ્દીકીના જીવનમાં ફરીથી ખુશી આવી હોવાનું તેણે જણાવ્યું છે. નવાઝુદ્દીન સાથેના તેના બગડેલા સંબંધો જગજાહેર છે

નવાઝુદ્દીનની વાઇફ દેખાઈ મિસ્ટરી મૅન સાથે

નવાઝુદ્દીનની વાઇફ દેખાઈ મિસ્ટરી મૅન સાથે


નવાઝુદ્દીન સિદ્દીકીની વાઇફ આલિયા સિદ્દીકીના જીવનમાં ફરીથી ખુશી આવી હોવાનું તેણે જણાવ્યું છે. નવાઝુદ્દીન સાથેના તેના બગડેલા સંબંધો જગજાહેર છે. કોર્ટમાં ડિવૉર્સનો કેસ પણ ચાલી રહ્યો છે. બન્નેને શોરા અને યાની નામનાં બે બાળકો છે. આલિયાએ એક વ્યક્તિ સાથેનો ફોટો શૅર કર્યો છે, પરંતુ તેનું નામ નથી જણાવ્યું. બન્ને કૉફી પી રહ્યાં છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આલિયા સિદ્દીકીએ કૅપ્શન આપી હતી, ‘મેં જે સંબંધને સાચવીને રાખ્યો હતો એમાંથી બહાર નીકળવા માટે મને ૧૯ વર્ષ પસાર થઈ ગયાં. મારી લાઇફમાં મારાં બાળકો હંમેશાંથી પ્રાથમિકતા રહ્યાં છે અને રહેશે. આમ છતાં કેટલાંક રિલેશન એ બધાથી પણ મોટાં હોય છે અને ફ્રેન્ડશિપથી પણ અગત્યનાં હોય છે. આ રિલેશનશિપ પણ મારા માટે એવી જ છે. એને લઈને હું ખૂબ ખુશ છું. એથી તમારી સાથે મારી ખુશી મેં શૅર કરી છે. શું મને ખુશ રહેવાનો અધિકાર નથી?’


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2023 03:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK