આ તસવીરો જોઈને લાગે છે કે પરિવારની માત્ર મહિલાઓએ કચ્છના સફેદ રણમાં રજાની મજા માણી હતી
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
હાલમાં અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ પોતાના ફૅમિલી-વેકેશનની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં શૅર કરી હતી. આ તસવીરોમાં નવ્યા મમ્મી શ્વેતા બચ્ચન નંદા અને નાની જયા બચ્ચન સાથે કચ્છમાં વેકેશનની મજા માણતી જોવા મળે છે. આ તસવીરો જોઈને લાગે છે કે પરિવારની માત્ર મહિલાઓએ કચ્છના સફેદ રણમાં રજાની મજા માણી હતી. જોકે આ તસવીરોમાં બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિ-ઍશની લાડલી આરાધ્યા જોવા નથી મળી રહી.
નવ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં વેકેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરવા ઉપરાંત ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ કેટલાંક પિક્ચર્સ પોસ્ટ કર્યાં છે. એક તસવીરમાં નવ્યા મમ્મી શ્વેતા બચ્ચન નંદાને ગળે વળગે છે જ્યારે બીજી એક તસવીરમાં તે રોડની વચ્ચે ઊભી છે.


