Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શક્તિ શાલિની બનશે નાના પાટેકરની છેલ્લી ફિલ્મ?

શક્તિ શાલિની બનશે નાના પાટેકરની છેલ્લી ફિલ્મ?

Published : 09 October, 2026 12:52 PM | Modified : 09 October, 2026 12:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમાં નાના પાટેકર ઉપરાંત અનીત પડ્ડા અને વિશાલ જેઠવા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે

`શક્તિ શાલિની`માં નાના પાટેકર

અલવિદા નાના

`શક્તિ શાલિની`માં નાના પાટેકર


પાંચ દાયકાની પોતાની કારકિર્દીમાં નાના પાટેકરે આશરે ૯૦ ફિલ્મોમાં કામ કર્યું અને પોતાના દમદાર અભિનયથી અલગ ઓળખ બનાવી હતી. નાના પાટેકરના અવસાન બાદ તેમની છેલ્લી ફિલ્મને લઈને ચર્ચા શરૂ થઈ છે. મળતી માહિતી પ્રમાણે નાના પાટેકરની છેલ્લી ફિલ્મ ‘શક્તિ શાલિની’ હોઈ શકે છે. આ ફિલ્મ મૅડૉક ફિલ્મ્સના હૉરર-કૉમેડી યુનિવર્સનો હિસ્સો છે અને એનું દિગ્દર્શન આદિત્ય સરપોતદારે કર્યું છે. ફિલ્મમાં નાના પાટેકર ઉપરાંત અનીત પડ્ડા અને વિશાલ જેઠવા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

‘શક્તિ શાલિની’નું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને નાના પાટેકરે પોતાના હિસ્સાનું શૂટિંગ પણ અગાઉ જ પૂરું કરી લીધું હતું. આ ફિલ્મ આ જ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી, પણ નિર્માતાઓએ એની રિલીઝ મોકૂફ રાખી છે. હવે આ ફિલ્મ આવતા વર્ષે થિયેટરોમાં રિલીઝ થઈ શકે છે. જોકે નિર્માતાઓએ હજુ સુધી એની રિલીઝ-ડેટની સત્તાવાર જાહેરાત કરી નથી.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2026 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK