Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેમાં કન્સ્ટ્રક્શન-સાઇટ પર ક્રેન પડી, બે જણને ઈજા

થાણેમાં કન્સ્ટ્રક્શન-સાઇટ પર ક્રેન પડી, બે જણને ઈજા

Published : 09 October, 2026 07:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાઇડ્રોલિક ક્રેન આડી પડી જતાં રસ્તાની બાજુમાં સેફટી માટે લગાવેલું પતરાનું  બૅરિકેડ રસ્તા પરથી પસાર થતી રિક્ષા પર પડ્યું હતું.

તૂટી પડેલી ક્રેન અને એને કારણે રિક્ષાની થયેલી દશા.

તૂટી પડેલી ક્રેન અને એને કારણે રિક્ષાની થયેલી દશા.


થાણે-વેસ્ટમાં સિદ્ધેશ્વર તળાવ પાસે સર્વિસ રોડ પર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા બનાવવામાં આવી રહેલા બ્રિજની કન્સ્ટ્રક્શન-સાઇટ પર ક્રેન પડી ગઈ હતી. હાઇડ્રોલિક ક્રેન આડી પડી જતાં રસ્તાની બાજુમાં સેફટી માટે લગાવેલું પતરાનું  બૅરિકેડ રસ્તા પરથી પસાર થતી રિક્ષા પર પડ્યું હતું. 
આનંદનગરથી સાકેત બ્રિજને જોડતા નવા બ્રિજના કામ માટે મુકાયેલું બૅરિકેડ પડવાને કારણે રિક્ષામાં સવાર પૅસેન્જર તથા ડ્રાઇવર બન્ને ઈજાગ્રસ્ત થયા હતા. બન્નેને સારવાર માટે લેક સિટી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. MMRDAના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ ક્રેન એક બાજુ તરફ નમી પડતાં કન્સ્ટ્રક્શન-સાઇટ પર મૂકવામાં આવેલા બૅરિકેડ્સ અને રિક્ષાને નુકસાન થયું હતું. જોકે ઈજા પામેલા બન્નેની સ્થિતિ સ્થિર હોવાનું તથા તેઓ વધુ જખમી ન થયા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ દુર્ઘટના કઈ રીતે બની એની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2026 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK