Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૧૮ જુલાઈએ રણબીર કપૂરની રામાયણનું ટ્રેલર લૉન્ચ કરવાનું પ્લાનિંગ

૧૮ જુલાઈએ રણબીર કપૂરની રામાયણનું ટ્રેલર લૉન્ચ કરવાનું પ્લાનિંગ

Published : 10 July, 2026 12:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણબીર કપૂરની ‘રામાયણ’ આ વર્ષની સૌથી વધુ આતુરતાથી રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે.

રણબીર કપૂર

રણબીર કપૂર


રણબીર કપૂરની ‘રામાયણ’ આ વર્ષની સૌથી વધુ આતુરતાથી રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ અંદાજે ૪૦૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બની રહી છે. તાજેતરમાં ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે ફિલ્મ એના આગામી તબક્કા તરફ આગળ વધી રહી છે અને ટ્રેલર-લૉન્ચની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે નિતેશ તિવારીની ‘રામાયણ’નું ટ્રેલર ૧૮ જુલાઈએ નવી દિલ્હીના ભારત મંડપમમાં યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં લૉન્ચ કરવામાં આવશે. આ ટ્રેલર-લૉન્ચ કાર્યક્રમમાં ડિરેક્ટર નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રાની સાથે-સાથે ફિલ્મની સ્ટારકાસ્ટના અનેક સભ્યો પણ હાજરી આપે તેવી ચર્ચા છે.

‘રામાયણ’માં રણબીર કપૂર પ્રભુ શ્રી રામની ભૂમિકામાં જોવા મળશે જ્યારે સાઈ પલ્લવી માતા સીતાનું પાત્ર ભજવશે. આ મેગા બજેટ ફિલ્મમાં લંકાપતિ રાવણ તરીકે યશ, બજરંગબલી તરીકે સની દેઓલ, લક્ષ્મણ તરીકે રવિ દુબે, દશરથ તરીકે અરુણ ગોવિલ અને કૈકેયી તરીકે લારા દત્તા જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2026 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK