રાનીની ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ જોયા બાદ તેણે આવું કહ્યું

શાહરુખ ખાન
રાની મુખરજીની ફિલ્મ ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ જોયા બાદ શાહરુખ ખાને જણાવ્યું કે મારી રાની ચમકી ગઈ છે. ગઈ કાલે રિલીઝ થયેલી આ ફિલ્મ એક રિયલ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કઈ રીતે એક મા પોતાનાં બાળકોને પાછાં મેળવવા માટે એક દેશની સામે ઝઝૂમે છે. તેના સંઘર્ષને અને તેની હિમ્મતને આ ફિલ્મના માધ્યમથી દેખાડવામાં આવ્યાં છે. ફિલ્મને આશિમા છિબરે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રાનીની સાથે નીના ગુપ્તા, જિમ સર્ભ અને અનિર્બન ભટ્ટાચાર્ય પણ જોવા મળે છે. ફિલ્મ જોયા બાદ શાહરુખે રાનીના પર્ફોર્મન્સની ખૂબ પ્રશંસા કરી છે. સાથે જ સૌને આ ફિલ્મ જોવાની પણ સલાહ આપી છે. આ ફિલ્મનું રાનીનું પોસ્ટર ટ્વિટર પર શૅર કરીને શાહરુખે ટ્વીટ કર્યું કે ‘ફિલ્મ ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ની આખી ટીમે ખૂબ મહેનત કરી છે. મારી રાની કેન્દ્રસ્થાને એક રાનીની જેમ ચમકી ગઈ છે. ડિરેક્ટર આશિમાએ એક વ્યક્તિના સંઘર્ષને ખૂબ સંવેદનશીલતા સાથે દેખાડ્યો છે. જિમ, અનિર્બન, નમિત, સૌમ્યા મુખરજી અને બાલાજી ગૌરી બધાં ચમકી ગયાં છે. જરૂર જુઓ આ ફિલ્મ.’
‘પઠાન’ના ૫૦ દિવસ થતાં બિહારના પૂર્ણિયામાં રૂપબની થિયેટરમાં ૫૦ રૂપિયામાં ટિકિટ વેચાઈ
શાહરુખ ખાનની ‘પઠાન’ની રિલીઝને ૫૦ દિવસ થતાં બિહારના પૂર્ણિયામાં આવેલા રૂપબની થિયેટરમાં ટિકિટના ભાવ ૫૦ રૂપિયા રાખવામાં આવી હતી. આ થિયેટરમાં ૧૭ વર્ષ પહેલાં રિલીઝ થયેલી ‘ક્રિશ’ ૫૦ દિવસ સુધી ચાલી હતી. ત્યાર બાદ હવે ‘પઠાન’ના શો સતત ચાલી રહ્યા છે. ‘પઠાન’ના ૫૦ દિવસને સેલિબ્રેટ કરવા માટે રૂપબની થિયેટરે એને અલગ રીતે ઊજવવાનો નિર્ણય લીધો. થિયેટરમાલિકે ૧૬ માર્ચે બપોરે સાડાબાર વાગ્યાના શો માટે ૫૦ રૂપિયામાં ટિકિટ વેચી હતી અને એ પહેલને શાહરુખના ફૅન્સે ઉમળકાભેર વધાવી લીધી. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, જૉન એબ્રાહમ, ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા લીડ રોલમાં છે, તો સલમાન ખાનની પણ સ્પેશ્યલ એન્ટ્રી હતી. આ ફિલ્મને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે અને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ પચીસમી જાન્યુઆરીએ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે. તામિલ અને તેલુગુના વર્ઝને ૫૦ દિવસમાં ૧૮.૫૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
522.40
૫૦ દિવસમાં ‘પઠાન’ના હિન્દી વર્ઝને આટલા કરોડ રૂપિયાનો કર્યો બિઝનેસ