Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી લાઇફ અને મારી કરીઅર અમેઝિંગ રહી છે : પરિણીતી ચોપડા

મારી લાઇફ અને મારી કરીઅર અમેઝિંગ રહી છે : પરિણીતી ચોપડા

25 October, 2021 02:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સફળતા-નિષ્ફળતાનો સામનો તમારે કરવો પડે છે. સુખ-દુઃખ પણ આવે છે. તમારે જાતે જ લાઇફ બનાવવી પડે છે અને આવું જ કરીઅરનું પણ છે. કરીઅરમાં ઊંડાણપૂર્વક ઊતરવા માટે તમારે તમામ પાસાંઓ પર નજર રાખવી પડે છે.

મારી લાઇફ અને મારી કરીઅર અમેઝિંગ રહી છે : પરિણીતી ચોપડા

મારી લાઇફ અને મારી કરીઅર અમેઝિંગ રહી છે : પરિણીતી ચોપડા


પરિણીતી ચોપડાનું કહેવું છે કે તેની કરીઅર અને લાઇફ બન્નેની સફર અદ્ભુત રહી છે. તેણે ૨૦૧૧માં આવેલી ‘લેડીઝ વર્સસ રિકી બહલ’થી ઍક્ટિંગની શરૂઆત કરી હતી. આ અગાઉ તેણે ઇંગ્લૅન્ડમાં સ્ટડી કરી હતી. જોકે નોકરી ન મળતાં તે મુંબઈ આવી ગઈ પોતાનું નસીબ અજમાવવા. પોતાની કરીઅર વિશે પરિણીતીએ કહ્યું કે ‘મને લાગે છે કે મારું ડ્રીમ લૉન્ચ થયું હતું. મારી કરીઅર અને મારી લાઇફ અમેઝિંગ રહી છે. તમારા જીવનમાં ઉતાર-ચડાવ તો આવ્યા જ કરે છે. સફળતા-નિષ્ફળતાનો સામનો તમારે કરવો પડે છે. સુખ-દુઃખ પણ આવે છે. તમારે જાતે જ લાઇફ બનાવવી પડે છે અને આવું જ કરીઅરનું પણ છે. કરીઅરમાં ઊંડાણપૂર્વક ઊતરવા માટે તમારે તમામ પાસાંઓ પર નજર રાખવી પડે છે. કૅમેરા સામે, કૅમેરાની પાછળ, હિટ ફિલ્મો, ફ્લૉપ ફિલ્મો જોવી પડે છે. જીવનમાં નિષ્ફળતા પણ જોવી જરૂરી છે. તમારે દરેક બાબતના અનુભવ લેવા જરૂરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2021 02:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK