Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી મમ્મી એટલી હેલ્થ કૉન્શિયસ છે કે પિતાને કંઈ ખાવાની ઇચ્છા હોય તો પણ તે ના પાડી દે છે : સોનમ કપૂર આહુજા

મારી મમ્મી એટલી હેલ્થ કૉન્શિયસ છે કે પિતાને કંઈ ખાવાની ઇચ્છા હોય તો પણ તે ના પાડી દે છે : સોનમ કપૂર આહુજા

22 February, 2024 06:19 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬૭ વર્ષની ઉંમરે અનિલ કપૂર યુવાનોને શરમાવે એવી ફિટનેસ ધરાવે છે

સોનમ કપૂર આહુજા

સોનમ કપૂર આહુજા


સોનમ કપૂર આહુજાનું કહેવું છે કે તેના પિતા અનિલ કપૂર ડ્રિન્ક્સ પણ નથી કરતા અને સ્મોક પણ નથી કરતા. ૬૭ વર્ષની ઉંમરે અનિલ કપૂર યુવાનોને શરમાવે એવી ફિટનેસ ધરાવે છે. આજે પણ તેઓ ફિલ્મોમાં ઍક્ટિવ રહે છે અને એક્સરસાઇઝ કરીને પોતાને ફિટ ઍન્ડ ફાઇન રાખે છે. ડૉક્ટર શિવ કે. સરનની બુક ‘ઑન યૉર બૉડી : અ ડૉક્ટર્સ લાઇફ સેવિંગ ટિપ્સ’ના લૉન્ચિંગ વખતે સોનમે તેની ફૅમિલી વિશે વાત કરી હતી. પિતા અને કાકા વિશે જણાવતાં સોનમે કહ્યું કે ‘મારા પિતા હેલ્થની બાબતમાં ખૂબ સ્ટ્રિક્ટ છે. તેઓ ન તો ડ્રિન્ક કરે છે અને ન તો સ્મોક કરે છે. બોની ચાચુને સારી લાઇફ પસાર કરવી ગમે છે. તેમને સ્વાદિષ્ટ ભોજન ગમે છે, તેઓ ક્યારેક ડ્રિન્ક કરે છે. સંજય ચાચુ આ લોકોની વચ્ચે થોડા મૉડરેટ છે. જોકે એ બધા સારા દેખાવવાળા હેલ્ધી પુરુષો છે.’
સાથે જ તેની મમ્મી સુનીતા કપૂરને તે હેલ્થ કૉન્શ્યિસ જણાવે છે. એ વિશે સોનમે કહ્યું કે ‘પ્રામાણિકપણે કહું તો મને યાદ છે કે મારી મમ્મીએ મુંબઈમાં પહેલું પર્સનલ ટ્રેઇનિંગ જિમ શરૂ કર્યું હતું. મારી મમ્મી શરૂઆતથી જ ખૂબ હેલ્ધી રહી છે. તે અતિશય હેલ્થ કૉન્શ્યિસ છે. મારા ડૅડીની જો ક્યારેક કાંઈક ખાવાની ઇચ્છા પણ થાય તો મારી મમ્મી એક ભારતીય પત્ની તરીકે તેમને અટકાવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2024 06:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK