મુંબઈ પરત ફર્યા બાદ સવલીન સિંહે સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
રિયા કપૂરે
સેલિબ્રિટીઝ માટે સ્ટાઇલિસ્ટ તરીકે કામ કરતી અનિલ કપૂરની પુત્રી રિયા કપૂરની ટીમ પાસેથી મોંઘીદાટ ડાયમંડ જ્વેલરી ગુમ થવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે ન્યુ યૉર્કમાં યોજાયેલી વિશ્વની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ફેશન-ઇવેન્ટ મૅટ ગાલા માટે લઈ જવાઈ રહેલી અંદાજે ૧.૩૫ કરોડ રૂપિયાની કિંમતની ડાયમંડ ઇઅરરિંગ્સ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. આ જ્વેલરી મુંબઈના જ્વેલર્સ પાસેથી ભાડે લેવામાં આવી હતી. હવે આ મામલે મુંબઈ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઘટનાની મળતી માહિતી મુજબ રિયાની સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ સવલીન સિંહ છેલ્લાં ૭ વર્ષથી તેમની સાથે કામ કરી રહી છે. ફૅશન-ઇવેન્ટ માટે ભાડે લેવાયેલી મોંઘીદાટ જ્વેલરી અલગ-અલગ બૉક્સમાં પૅક કરીને સવલીનની હૅન્ડબૅગમાં રાખવામાં આવી હતી. રિયા અને તેની ટીમ ૨૭ એપ્રિલે મુંબઈથી ન્યુ યૉર્ક જવા નીકળી હતી. ૨૮ એપ્રિલે હોટેલમાં ચેક-ઇન કર્યા બાદ જ્યારે જ્વેલરીનાં બૉક્સ ખોલવામાં આવ્યાં ત્યારે એમાં ઇઅરરિંગ્સ નહોતી. મુંબઈ પરત ફર્યા બાદ સવલીન સિંહે સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
