આ ફિલ્મમાં તેની સાથે તેલુગુ સ્ટાર નાની પણ દેખાશે.

મૃણાલ ઠાકુર
‘સીતા રામમ’માં કામ કર્યા બાદ મૃણાલ ઠાકુર હવે તેની આગામી તેલુગુ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે એક્સાઇટેડ છે. આ ફિલ્મમાં તેની સાથે તેલુગુ સ્ટાર નાની પણ દેખાશે. આ એક ઇમોશનલ-ડ્રામા હશે. હૈદરાબાદમાં એનું શૂટિંગ શરૂ થયું છે. મૃણાલને હૈદરાબાદ અને મુંબઈમાં ટ્રાવેલ કરવું પડશે. ફિલ્મને લઈને મૃણાલે કહ્યું કે ‘હું અતિશય ખુશ અને ઉત્સુક છું આ પ્રોજેક્ટને લઈને. આ દિલને સ્પર્શી જનારી સ્ટોરી છે અને ફિલ્મને સપોર્ટ કરનાર ટીમ ખૂબ ટૅલન્ટેડ છે.’