તે ફૂડી છે અને તેને એકદમ રિયલ વ્યક્તિ ખૂબ ગમે છે, બનાવટી લોકોથી તે દૂર રહેવાનું પસંદ કરે છે

મૃણાલ ઠાકુર
મહારાષ્ટ્રના ધુળેમાં જન્મેલી મૃણાલ ઠાકુરે ૨૦૧૨માં આવેલી ટીવી-સિરિયલ ‘મુઝસે કુછ કહતી... યે ખામોશિયાં’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ‘કુમકમ ભાગ્ય’માં કામ કર્યું હતું. તે ઘણા શોમાં જોવા મળી હતી. જોકે ફિલ્મોની શરૂઆત તેણે ૨૦૧૮માં આવેલી ‘લવ સોનિયા’ દ્વારા કરી હતી. ત્યાર બાદ તેણે હૃતિક રોશન, ફરહાન અખ્તર અને શાહિદ કપૂર જેવા ઍક્ટર સાથે કામ કર્યું છે. તેણે હાલમાં સાઉથની ફિલ્મ ‘સીતા રામમ’માં કામ કર્યું હતું, જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવશો?
ફની, એકદમ ચોક્કસ નિર્ણય કરનારી, થોડી પાગલ, અડગ રહેનારી અને એકદમ ઑર્ગેનાઇઝ્ડ.
ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
કોઈ મને ફૂલ આપે અથવા તો મારો દિવસ કેવો જઈ રહ્યો છે એવું પૂછે એટલે મારા ચહેરા પર સ્માઇલ આવી જાય છે. ફિલ્મના સેટ પર પહેલા દિવસે ખૂબ ડર લાગે છે અને મારી નિકટના લોકોને ખોવાનો ડર પણ લાગે છે.
ડેટ પર કોઈને લઈ જવા હોય તો ક્યાં લઈ જઈશ અને કેમ?
કેનુ રીવ્ઝ. ક્યાં એનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે હું તેમને કહેવા માગું છું કે તેઓ કેટલા અદ્ભુત છે.
સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરે છે?
હું સૌથી વધુ પૈસા ફૂડ પર ખર્ચ કરું છું.
તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
મારા અટેન્શન માટે કોઈ પણ વ્યક્તિએ પોતે જે છે એ જ રહેવું જોઈએ. તેણે પ્રીટેન્ડ કરવાની જરૂર નથી.
તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?
મારા ભજવેલા રોલને લઈને મને યાદ રાખવામાં આવે એવી મારી ઇચ્છા છે.
ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા તો સ્પેશ્યલ વસ્તુ કઈ?
મારી સાથે ફક્ત ફોટો લેવા માટે અન્ય દેશમાંથી મારી પાસે આવ્યો હતો.
તારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ?
કોઈ ખીજવાતું હોય ત્યારે હું જોક કરી શકું છું એ મારી યુઝલેસ ટૅલન્ટ છે.
પહેલી જૉબ કઈ હતી?
મારી પહેલી જૉબ રિસેપ્શનિસ્ટની હતી.
ફેવરિટ કપડાં કયાં છે જે હજી પણ સાચવીને રાખ્યાં હોય?
મારો એક વાઇટ શર્ટ છે જે હજી પણ મારી પાસે છે.
સૌથી ડૅરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
મારા સપનાની પાછળ હું મંડી પડી હતી એ જ મારું સૌથી ડૅરિંગવાળું કામ હતું.
એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તેં એક મિસ્ટરી બનાવી રાખી છે?
મારી એટીએમ પિન (હસતાં-હસતાં જવાબ આપે છે).