જાહ્નવી કપૂર વિશે તેના કહેવાતા બૉયફ્રેન્ડ શિખર પહારિયાએ કહ્યું...
શિખર પહારિયા
જાહ્નવી કપૂરને ક્રિકેટ રમતી જોઈને તેનો કહેવાતો બૉયફ્રેન્ડ શિખર પહારિયા ખૂબ એક્સાઇટેડ થઈ ગયો હતો. રાજકુમાર રાવ સાથેની ‘મિસ્ટર & મિસિસ માહી’નું ટ્રેલર હાલમાં રિલીઝ થયું છે. આ ફિલ્મમાં જાહ્નવી ક્રિકેટની શોખીન છે. રાજકુમાર રાવે મહેન્દ્રનું પાત્ર ભજવ્યું છે જે ભૂતપૂર્વ ક્રિકેટર છે. જાહ્નવીએ મહિમાનું પાત્ર ભજવ્યું છે. મહિમાનું ભવિષ્ય સ્પોર્ટ્સમાં ખૂબ ઉજ્જ્વળ હોવાનો અહેસાસ મહેન્દ્રને થાય છે એથી તેઓ કેવી રીતે તેમનાં સપનાં પૂરાં કરે છે એના પર આ લવ-સ્ટોરી છે. આ ટ્રેલરને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરીને શિખરે કૅપ્શન આપી હતી, ‘વાહ! ક્યા ક્રિકેટ ખેલતી હો મિસિસ માહી.’ આ પોસ્ટમાં ઘણાં હાર્ટની સ્માઇલી હતી અને એના પર જાહ્નવીએ કમેન્ટ કરી હતી, ‘શિખુ, તને મિસ કરી રહી છું.’

