મૌની રૉયે પીળા રંગનો અનારકલી સૂટ પહેર્યો છે અને માંગમાં સિંદૂર અને કપાળે તિલક કરીને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરી છે.
મૌની રૉયે હાલમાં નેપાલનો પ્રવાસ ખેડીને પશુપતિનાથનાં દર્શન કર્યાં
મૌની રૉયે હાલમાં નેપાલનો પ્રવાસ ખેડીને પશુપતિનાથનાં દર્શન કર્યાં અને આશીર્વાદ લીધા હતા. મૌનીએ તેની આ યાત્રાની અનેક તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે જેમાં તે પરંપરાગત લુકમાં જોવા મળી હતી. આ તસવીરોમાં મૌની રૉયે પીળા રંગનો અનારકલી સૂટ પહેર્યો છે અને માંગમાં સિંદૂર અને કપાળે તિલક કરીને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરી છે. આ તસવીરો શૅર કરતાં મૌનીએ લખ્યું છે, ‘પશુપતિનાથ, ‘ન સન્માનનો મોહ, ન અપમાનનો ભય...’ આભારી અને ધન્ય...’


