મનોજ બાજપેયીએ દિલ્હી હાઈ કોર્ટમાં પોતાના વ્યક્તિત્વ અધિકારોના રક્ષણની માગણી કરી છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેના જેવા દેખાતા ચહેરાનો ઉપયોગ પ્રોડક્ટ્સના પ્રમોશનમાં થઈ રહ્યો છે અને AI ટૂલ્સથી તેના અવાજની નકલ કરાઈ રહી છે.
મનોજ બાજપેયી
મનોજ બાજપેયીએ પોતાની ઇમેજ, અવાજ અને ઓળખના ઉપયોગને લઈને દિલ્હી હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. ૫૭ વર્ષના મનોજે સોમવારે કોર્ટમાં પોતાના પર્સનાલિટી રાઇટ્સ એટલે કે વ્યક્તિત્વ અધિકારોના રક્ષણની માગણી કરી હતી. તેણે આરોપ લગાવ્યો છે કે તેના જેવા દેખાતા ચહેરાનો ઉપયોગ પ્રોડક્ટ્સના પ્રમોશન માટે કરવામાં આવી રહ્યો છે એટલું જ નહીં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સનો ઉપયોગ કરીને તેના અવાજની પણ નકલ કરવામાં આવે છે.
