Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > CSMT સ્ટેશન પર RPFની કસ્ટડીમાં યુવકનું મૃત્યુ: પરિવારના આરોપ બાદ સ્ટેટ CID દ્વારા તપાસ શરૂ

CSMT સ્ટેશન પર RPFની કસ્ટડીમાં યુવકનું મૃત્યુ: પરિવારના આરોપ બાદ સ્ટેટ CID દ્વારા તપાસ શરૂ

Published : 23 September, 2026 09:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

RPFની ઑફિસના CCTV કૅમેરાનાં ફુટેજ કબજે કરીને આગળની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે

મૃત્યુ પામનાર ઇમરાન શેખ.

મૃત્યુ પામનાર ઇમરાન શેખ.


મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની કસ્ટડીમાં મધ્ય પ્રદેશના ખંડવા ગામના ૩૫ વર્ષના ઇમરાન શેખનું શંકાસ્પદ સંજોગોમાં સોમવારે મૃત્યુ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. રોજગારીની શોધમાં મુંબઈ આવેલા ઇમરાનના પરિવારે RPFના જવાનો પર મારપીટનો ગંભીર આરોપ લગાવ્યો છે. બીજી તરફ રેલવેના અધિકારીઓનો દાવો છે કે ઇમરાને જ પહેલાં RPFના જવાન પર હુમલો કર્યો હતો અને તે માનસિક રીતે અસ્થિર વર્તન કરી રહ્યો હતો, જેને કારણે તેને ઈજાગ્રસ્ત હાલતમાં કાબૂમાં લેવામાં આવ્યો હતો. આ મામલે CSMTની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ઍક્સિડેન્ટલ ડેથની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ આ કેસમાં સ્ટેટ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)એ પણ તપાસ શરૂ કરી છે.
CSMTના GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે સવારે ઇમરાન ખંડવા જતી ટ્રેનો વિશે પૂછપરછ કરવા માટે CSMT ગવર્નમેન્ટની RPFની ચોકી પર પહોંચ્યો હતો. એ સમયે કોઈ તેને મારી નાખશે એવા ડરથી અસ્વસ્થ વર્તન કરીને જવાન સાથે ઝપાઝપી કરી હતી. ત્યાર બાદ તેને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં બપોરે ટૉઇલેટ ગયા બાદ લાંબા સમય સુધી બહાર ન આવતાં દરવાજો તોડીને જોતાં તે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધીને મૃતદેહને જે. જે. હૉસ્પિટલમાં પૉસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જૉઇન્ટ તપાસ હવે CIDને સોંપવામાં આવી છે. હાલમાં RPFની ઑફિસના CCTV કૅમેરાનાં ફુટેજ કબજે કરીને આગળની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. ઇમરાનના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2026 09:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK