અમેરિકાના એક પાઇલટે પ્લેનને આકાશમાં પેઇન્ટિંગ બ્રશની જેમ ફેરવીને જીપીએસ રૂટથી મોનાલિસાનો ચહેરો તૈયાર કર્યો. બેટનવિલ ઍરપોર્ટથી ઉડાન ભરી ૫૬ કિમીના રૂટમાં આંખો, વાળ અને ચહેરાની આખી આઉટલાઇન બનાવી.
પાઇલટે દોરેલી મોનાલિસા
અમેરિકામાં એક પાઇલટે આસમાનમાં પ્લેનને જ પેઇન્ટિંગ બ્રશની જેમ વાપરીને આસમાનમાં મોનાલિસાનું ચિત્રણ તૈયાર કર્યું છે. અલબત્ત, આ ચિત્ર રિયલ નહીં પણ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) રૂટ દ્વારા તૈયાર થયું હતું. અમેરિકાના આર્કન્સૉ રાજ્યના બેટનવિલ ઍરપોર્ટ પરથી ફ્લાઇટ ઉપાડીને પાઇલટે એવી રીતે પ્લેનને આસમાનમાં ફેરવ્યું હતું કે સૅટેલાઇટ પર ચહેરો, આંખો, વાળ સહિત આખી આઉટલાઇન એવી બની જે મોનાલિસાનો ચહેરો હોય એવો આભાસ થાય. આ માટે પાઇલટે કુલ ૫૬ કિલોમીટરની જ રેન્જનો ઉપયોગ કર્યો હતો. એમ છતાં આખી આઉટલાઇન બનાવતાં તેને પ્લેનથી કુલ ૩ કલાક લાગ્યા હતા. આ માટે પાઇલટે ફ્લાઇટ શરૂ કરતાં પહેલાં જ સૅટેલાઇટ પર એક નિશ્ચિત રૂટ તૈયાર કરી નાખ્યો હતો જેનાથી મોનાલિસા જેવો ચહેરો ઉપસાવી શકાય.
