Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મનીષ મલ્હોત્રાની પહેલી ફિલ્મ ગુસ્તાખ ઇશ્કનું ટ્રેલર રિલીઝ

મનીષ મલ્હોત્રાની પહેલી ફિલ્મ ગુસ્તાખ ઇશ્કનું ટ્રેલર રિલીઝ

Published : 11 November, 2025 02:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મનું ડિરેક્શન વિભુ પુરીએ કર્યું છે

ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં વિજય વર્મા, ફાતિમા સના શેખ, મનીષ મલ્હોત્રા અને શારિબ હાશ્મી

ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં વિજય વર્મા, ફાતિમા સના શેખ, મનીષ મલ્હોત્રા અને શારિબ હાશ્મી


બૉલીવુડના ફેવરિટ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ ‘ગુસ્તાખ ઇશ્ક’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું ડિરેક્શન વિભુ પુરીએ કર્યું છે અને એમાં નસીરુદ્દીન શાહ, વિજય વર્મા અને ફાતિમા સના શેખ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું ટ્રેલર દિલ્હીની ગલીઓ અને પંજાબની જૂની હવેલીઓ વચ્ચે જન્મેલા એવા પ્રેમની ઝલક આપે છે જે સરળતા, ખામોશી અને તડપથી ભરેલો છે.

ફિલ્મમાં નસીરુદ્દીન શાહ એક શાયર ઉસ્તાદના રોલમાં છે, જે ફાતિમા સના શેખના પિતા છે. ફિલ્મમાં વિજય વર્મા તેનો શાગિર્દ છે, જે શાયરી શીખતાં-શીખતાં ફાતિમાના પ્રેમમાં પડી જાય છે. આ ટ્રેલરની દરેક ફ્રેમમાં ઇશ્કની ઉષ્મા અનુભવાય છે. આ ફિલ્મ 28 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2025 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK