લાતુર જિલ્લાના આ વીડિયોએ ખૂબ જ જડપથી લોકોનું ધ્યાન ખેંચ્યું, આ સાથે બૉલિવૂડ ઍકટર સોનુ સૂદે પણ તેમાં પર પ્રતિક્રિયા આપી છે. સોનુએ આ દંપતીને મદદ કરવાનું વચન આપ્યું છે જે પછી તે ફરી એક વખત લોકોની મદદ માટે વહારે આવ્યો છે.
ખેડૂત દંપતીને સોનુ સૂદ કરશે મદદ
સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વીડિયોને લીધે અનેક લોકોને મુસીબતમાં મદદ મળે છે અને સમસ્યા પણ ઉકેલાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા એક ગરીબ ખેડૂતનો એક વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં મહારાષ્ટ્રના એક ગામના ખેડૂત, જેમની પાસે બળદ ખરીદવા માટે પૈસા ન હોવાથી પોતે જ હળ સાથે જોડાઈને ખેતર ખેડતા જોવા મળ્યા હતા. આ વીડિયોએ ખૂબ જ જડપથી લોકોનું ધ્યાન ખેંચ્યું, આ સાથે બૉલિવૂડ ઍકટર સોનુ સૂદે પણ તેમાં પર પ્રતિક્રિયા આપી છે. સોનુએ આ દંપતીને મદદ કરવાનું વચન આપ્યું છે જે પછી તે ફરી એક વખત લોકોની મદદ માટે વહારે આવ્યો છે. લાતુર જિલ્લાના હાડોલ્તી ગામના ખેડૂતનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
સોનુએ સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ તેણે પોતાના X હેન્ડલ પર લખ્યું, "આપ નંબર ભેજીએ, હમ બૈલ ભજતે હૈ." એટલું જ નહીં, જ્યારે બીજા એક X યુઝરે અભિનેતાને ખેડૂતને ટ્રૅક્ટર મોકલવાનું કહ્યું, ત્યારે અભિનેતાએ જવાબ આપ્યો, "હમારે ઇસ કિસાન ભાઈ કો ટ્રૅક્ટર ચલના નહીં આતા, ઇસિલિયે બૈલ હે બઢિયા હૈ દોસ્ત (ખેડૂતને ટ્રૅક્ટર ચલાવતા નથી આવડતું, તેથી બળદ તેમના માટે વધુ સારા રહેશે).
ADVERTISEMENT
મહારાષ્ટ્રના ખેડૂતનો હૃદયદ્રાવક વીડિયો થયો હતો વાયરલ
View this post on Instagram
વીડિયોમાં, 76 વર્ષીય ખેડૂત, અંબાદાસ પવાર, પોતાની પત્નીની મદદથી ખેતરમાં હળ બાંધતા અને ખેતી કરતા જોઈ શકાય છે. આ વૃદ્ધ દંપતી પાસે બળદ કે ટ્રૅક્ટર ખરીદવાના પૈસા નથી. પવારે ખુલાસો કર્યો કે તે છેલ્લા 10 વર્ષથી પોતાના ખેતરમાં હાથથી જ ખેતી કરી રહ્યા છે, કારણ કે તેમને પશુપાલનનો ખર્ચો પોસાય તેમ નથી અને તેમના બળદ પણ તેમણે વેચી દીધા હતા.
"છેલ્લા 10 વર્ષથી કોઈએ દખલ કરી નથી, પરંતુ કોઈએ મને ખેતરમાં કામ કરતા જોયો અને તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો. વીડિયો વાયરલ થયા પછી, આજે લાતુર જિલ્લા અધિકારી અને રાજ્ય મંત્રીએ મારો સંપર્ક કર્યો," ખેડૂતે ANI ને જણાવ્યું. ખેડૂતે સરકારને તેનું 40,000 રૂપિયાનું દેવું માફ કરવાની માગ કરી છે, અને ખુલાસો કર્યો છે કે તેનો એક પુત્ર શહેરમાં કામ કરે છે, છતાં પરિવારને તેના માટે કોઈ મદદ મળતી નથી.
સોનુ સૂદે કોરોના પણ અનેકને મદદ કરી
આ દરમિયાન, કોવિડ-19 રોગચાળા અને ત્યારબાદના લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદોને મદદ કરવા માટે સોનુ સૂદ સમાજમાં એક ઉદાહરણ તરીકે ઉભરી આવ્યો હતો. અભિનેતાએ ફસાયેલા કામદારો અને વિદ્યાર્થીઓને તેમના ઘરે પહોંચાડવા માટે બસો અને ફ્લાઇટ્સની વ્યવસ્થા કરી હતી. તેણે મદદ માગનારા દરેક માટે હૉસ્પિટલના પલંગ, રસીઓ, દવાઓ, ખોરાક અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની પણ વ્યવસ્થા કરી હતી.

