માધુરીએ ૧૯૯૯માં ડૉક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યાં હતાં.
માધુરી દીક્ષિત અને ડૉક્ટર શ્રીરામ નેને
માધુરી દિક્ષિત નેનેએ ગઈ કાલે તેના પતિને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. માધુરીએ ૧૯૯૯માં ડૉક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યાં હતાં. તેમને બે બાળકો પણ છે. પતિ સાથેના ફોટોનું એક રીલ શૅર કરીને માધુરીએ કૅપ્શન આપી હતી કે ‘મારા સોલમેટ અને બેસ્ટ ફ્રેન્ડને જન્મદિવસની શુભેચ્છા. તને હંમેશાં ખુશી અને પ્રેમ મળે એવી શુભેચ્છા. આવાં ઘણાં બર્થ-ડે અને ઍડ્વેન્ચર આપણે સાથે પસાર કરવાનાં છે. મારી પાંખોને મળતો પવન તું છે.’


