‘ઝલક દિખલા જા 10’નાં જજ કરણ જોહર, માધુરી દીક્ષિત નેને અને નોરા ફતેહી પર શિલ્પા શિંદે રોષે ભરાઈ છે.
શિલ્પા શિંદે
‘ઝલક દિખલા જા 10’નાં જજ કરણ જોહર, માધુરી દીક્ષિત નેને અને નોરા ફતેહી પર શિલ્પા શિંદે રોષે ભરાઈ છે. આ ડાન્સ રિયલિટી શોમાંથી તેને એવિક્ટ કરવામાં આવી છે. કલર્સ પર આ શો દર શનિવારે અને રવિવારે રાતે ૮ વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવે છે. શિલ્પા શિંદેનું કહેવું છે કે ૩ મિનિટના ઍક્ટમાં આર્ટિસ્ટ શાનદાર પર્ફોર્મન્સ કઈ રીતે આપી શકે? પોતાના વિચાર વ્યક્ત કરતાં એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શિલ્પા શિંદેએ શૅર કર્યો છે. એ વિડિયોમાં શિલ્પા કહી રહી છે કે ‘મેં નિયાનો લાસ્ટ પર્ફોર્મન્સ જોયો. તેને જે પૉઇન્ટ્સ આપ્યા અને જે કમેન્ટ્સ કરી તો પણ હું ચૂપ રહી. આ વખતે પર્ફોર્મન્સ બાદ જે થયું, જે કમેન્ટ્સ કરવામાં આવી એને જોઈને લાગે છે કે કરણ સર, શું ધર્મા પ્રોડક્શનની ફિલ્મ તેમને આપવાના છો? શું તમે ઑસ્કર આપવાના છો? તમે નૅશનલ અવૉર્ડ આપવાના છો? ૩ મિનિટના ઍક્ટ માટે એક કલાકાર શું કરે છે એની તમને જાણ પણ છે? તમે રુબીનાનો વિડિયો કાઢીને જુઓ, તેની સાથે કંઈ પણ થઈ શકતું હતું. એનું ભયાનક પરિણામ આવી શક્યું હોત. એના માટે શું જજિઝ જવાબદારી લેવાનાં હતાં? પછીથી રસ્તા પર કૅન્ડલ લઈને નીકળવાનો કોઈ અર્થ નથી. વ્યક્તિ જ્યાં સુધી છે ત્યાં સુધી તેની કદર કરો. બાદમાં ભોંકો મત. કરણ સરને ડાન્સ નથી આવડતો. જો તમને કમેન્ટ કરવી છે તો પોતાની વસ્તુઓ પર કરો. મારો કહેવાનો અર્થ છે કે કૉસ્ચ્યુમ જુઓ, મેકઅપ જુઓ, સેટ-અપ જુઓ. આટલી બધી વસ્તુઓ હતી. કરણ સર, તમે ડાન્સ વિશે કેમ બોલી શકો છો? માધુરીજીને ડાન્સ વિશે કમેન્ટ કરવાનો પૂરો અધિકાર છે. જોકે તમે જ્યારે ઇમોશનલ થઈ જાઓ છો ત્યાં તમે ગરબડ કરી દો છો. તમે એક કલાકાર છો. તમે આવી વાતો ન કરી શકો. નોરા, તું હિન્દી ચૅનલની પૅનલમાં બેઠી છો તો થોડું હિન્દી શીખી લે તો સારું રહેશે.’


