તે ડિજિટલ પ્લૅટફૉર્મ પર વેબ-સિરીઝ ‘ફાઇન્ડિંગ અનામિકા’માં જોવા મળવાની છે
માધુરી દીક્ષિત નેને
વૅક્સિનના બે ડોઝ લીધા બાદ માધુરી દીક્ષિત નેનેએ કામ શરૂ કરી દીધું છે. જોકે તેણે કયા પ્રોજેક્ટ માટે કામ શરૂ કર્યું છે એની માહિતી નથી આપી. તે ડિજિટલ પ્લૅટફૉર્મ પર વેબ-સિરીઝ ‘ફાઇન્ડિંગ અનામિકા’માં જોવા મળવાની છે. આ શોમાં તે સુપરસ્ટાર ઍક્ટ્રેસ બની છે, જે એક દિવસ અચાનક ગુમ થઈ જાય છે. આ શોમાં તેની સાથે માનવ કૌલ અને સંજય કપૂર પણ જોવા મળશે. તે ડાન્સ રિયલિટી શોને પણ જજ કરી રહી છે. કામ શરૂ કરવાની માહિતી આપતાં માધુરીએ ચમકતી સિલ્વર સાડી પહેરેલો ફોટો શૅર કર્યો હતો. એના પર મૅચિંગ નેકલેસ પહેર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને માધુરીએ કૅપ્શન આપી હતી કે બૅક ઑન સેટ.