રિપોર્ટ પ્રમાણે આ વર્ષના અંત સુધી આ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવશે
સુપરસ્ટાર મધુબાલા
સુપરસ્ટાર મધુબાલાની બાયોપિક પર લાંબા સમયથી કામ ચાલી રહ્યું છે અને આ ફિલ્મ ફરી એક વાર ચર્ચામાં છે. જોકે ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે અને એનું ડિરેક્શન જસમીત કે. રીન કરી રહ્યાં છે. તેઓ આ ફિલ્મ બનાવવા માટે તૈયાર છે, પરંતુ બજેટને કારણે પ્રોડક્શનનું કામ અટકી ગયું છે.
મધુબાલા એક સફળ ઍક્ટ્રેસ હતાં અને તેમના જીવનમાં ઘણા ઉતારચડાવ આવ્યા હતા. તેમની બાયોપિકમાં આ તમામ ઘટનાક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે. શરૂઆતમાં આ ફિલ્મનું બજેટ ૮૦થી ૧૦૦ કરોડ રૂપિયાની આસપાસ નક્કી કરવામાં આવ્યું હતું. હકીકતમાં સેટ-ડિઝાઇન અને કૉસ્ચ્યુમને કારણે બજેટ વધી ગયું હતું, પરંતુ મેકર્સ અને પ્રોડક્શન હાઉસ હવે આ બજેટ પર કામ મૂકવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે આ સંજોગોમાં હવે ટીમ વચ્ચેનો રસ્તો શોધવાનો પ્રયાસ કરી રહી છે જેથી પ્રોજેક્ટ પણ સારી રીતે બની શકે અને મધુબાલાની વાર્તા સાથે પણ ન્યાય થઈ શકે. જોકે આ ફિલ્મમાં લીડ ઍક્ટ્રેસ કોણ બનશે એ કન્ફર્મ નથી, કારણ કે મેકર્સ પહેલાં બજેટ પર કામ કરી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે આ વર્ષના અંત સુધી આ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવશે.

