Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લિયો ડિકૅપ્રિયો સાથે મળીને ફિલ્મ બનાવશે અભય દેઓલ

લિયો ડિકૅપ્રિયો સાથે મળીને ફિલ્મ બનાવશે અભય દેઓલ

18 October, 2021 03:13 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અભયનું કૅનેડા બેઝ્ડા પ્રોડક્શન-હાઉસ બ્લિસપૉઇન્ટ એન્ટરટેઇનમેન્ટ અને લિયોનું એપિયન વે પ્રોડક્શન્સ હવે સિંગાપોરના ગોલ્ડ રેશિયો ફિલ્મ્સ સાથે મળીને બૉક્સરની બાયોપિક બનાવી રહ્યાં છે

લિયો ડિકૅપ્રિયો, અભય દેઓલ

લિયો ડિકૅપ્રિયો, અભય દેઓલ


અભય દેઓલ તેના પ્રોડક્શન-હાઉસ હેઠળ હવે હૉલીવુડના ઍક્ટર લિયો ડિકૅપ્રિયો સાથે મળીને ફિલ્મ બનાવવાનો છે. અભયનું કૅનેડા બેઝ્‍ડ પ્રોડક્શન-હાઉસ બ્લિસપૉઇન્ટ એન્ટરટેઇનમેન્ટ અને લિયોનું એપિયન વે પ્રોડક્શન્સ હવે સિંગાપોરના ગોલ્ડ રેશિયો ફિલ્મ્સ સાથે મળીને બૉક્સરની બાયોપિક બનાવી રહ્યાં છે, જેનું નામ ‘પેપ’ રાખવામાં આવ્યું છે. મિડ ૨૦ સેન્ચુરીના ફિધરવેઇટ બૉક્સર ગુગ્લીલ્મો પેપાલિયોની આ બાયોપિક છે, જેને વિલી પેપ તરીકે ઓળખવામાં આવતો હતો. અભય અને મુંબઈના પ્રોડ્યુસર રતન ગિનવાલા દ્વારા બ્લિસપૉઇન્ટની શરૂઆત બે વર્ષ પહેલાં કરવામાં આવી હતી. તેઓ આ ફિલ્મ ડેવલપ કરી રહ્યા છે. પેપની ૨૬ વર્ષની કરીઅરમાં તેણે બૉક્સિંગના ૨૦૦૦ રાઉન્ડ્સ રમ્યો હતો. આ ફિલ્મમાં તે દેવાદાર બન્યો હતો, તેનાથી અડધી ઉંમરની તેની પત્નીને સપોર્ટ કરતો હતો અને તેના ડ્રગ્સ ઍડિક્ટ દીકરાને સપોર્ટ કરતો હતો એની પણ વાત કરવામાં આવશે. ‘બૅન્ડ ઑફ બ્રધર્સ’નો ઍક્ટર જેમ્સ મેડિયો આ ફિલ્મમાં ટાઇટલ રોલ ભજવશે. તેના દીકરાનું બિલી જુનિયરનું પાત્ર કેર ગિલક્રિસ્ટ ભજવશે. પેપના બિઝનેસ મૅનેજર બૉબ કૅપ્લાનનું પાત્રમાં રોન લિવિન્ગસ્ટન જોવા મળશે. જોકે ફીમેલ લીડ હજી સુધી ફાઇનલ કરવામાં નથી આવી.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2021 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK