Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કુણાલ ખેમુને લદાખમાં થયો આધ્યાત્મિક અનુભવ

કુણાલ ખેમુને લદાખમાં થયો આધ્યાત્મિક અનુભવ

21 August, 2021 09:12 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચાંગલાબાબાના મંદિર પાસેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કુણાલે કૅપ્શન આપી હતી છે, ‘અમારી યાત્રાનો અંતિમ પડાવ ચાંગલાબાબાનાં દર્શન કરવાનો હતો

કુણાલ ખેમુ

કુણાલ ખેમુ


કુણાલ ખેમુએ જણાવ્યું છે કે તેને લદાખમાં આધ્યાત્મિક અનુભવ થયો છે. લદાખમાં આવેલા ચાંગલાબાબાના મંદિરે તે ગયો હતો. ચાંગલા પાસ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. એનો વિડિયો પણ તેણે શૅર કર્યો છે. વિડિયોમાં ઠંડો પવન વાઈ રહ્યો છે, બાઇકની સવારી કરી રહ્યા છે અને હર હર ભોલે - નમઃ શિવાયનો નાદ સંભળાઈ રહ્યો છે. ચાંગલાબાબાના મંદિર પાસેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કુણાલે કૅપ્શન આપી હતી છે, ‘અમારી યાત્રાનો અંતિમ પડાવ ચાંગલાબાબાનાં દર્શન કરવાનો હતો. અમે સહીસલામત આ પ્રવાસ પૂરો કર્યો એ માટે હું આભાર વ્યક્ત કરું છું. મારી યાત્રા દરમ્યાન મને શાંતિ અને આધ્યાત્મનો અનુભવ થયો હતો. હું ફરી એક વખત અહીં આવવા માગું છું.’


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2021 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK