જો કિઆરા આ ફિલ્મ સાઇન કરે છે તો આ તેની ગર્ભાવસ્થા પછીનો પ્રથમ પ્રોજેક્ટ હોઈ શકે છે.
કિઆરા અડવાણી, મીનાકુમારી
છેલ્લા કેટલાક સમયથી મીનાકુમારીની બાયોપિક બનાવવાની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. થોડા સમય પહેલાં મીનાકુમારીના રોલ માટે ક્રિતી સૅનનના નામની ચર્ચા હતી, પણ હવે આ રોલની ઑફર કિઆરા અડવાણીને કરવામાં આવી હોવાના સમાચાર છે. આ ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ માહિતી આપી છે કે મીનાકુમારીના રોલ માટે કિઆરાનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેને સ્ક્રિપ્ટ ખૂબ પસંદ આવી છે, પણ તેણે હજી સુધી આ પ્રોજેક્ટને સાઇન નથી કર્યો. ફિલ્મની ટીમને લાગે છે કે કિઆરા તેના લુક અને ઍક્ટિંગ સ્કિલને કારણે મીનાકુમારી તરીકે પર્ફેક્ટ પસંદગી છે.
મીનાકુમારની ગણતરી બૉલીવુડની ખ્યાતનામ ઍક્ટ્રેસ તરીકે થાય છે. તેમણે ‘બૈજુ બાવરા’, ‘પરિણીતા’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’, ‘કાજલ’ અને ‘પાકીઝા’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. ૩૮ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું હતું. મીનાકુમારીની બાયોપિકના અધિકારો સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ સારેગામા અને અમરોહી પરિવાર સાથે મળીને હસ્તગત કર્યા છે. ફિલ્મનિર્માતા અને મીનાકુમારીના પતિ કમાલ અમરોહીના પરિવારે આ સત્તાવાર બાયોપિકને સમર્થન આપ્યું છે.
ADVERTISEMENT
જો કિઆરા આ ફિલ્મ સાઇન કરે છે તો આ તેની ગર્ભાવસ્થા પછીનો પ્રથમ પ્રોજેક્ટ હોઈ શકે છે.

