Kho Gaye Hum Kahan : મુંબઈ પોલીસ એક્સેલ એન્ટરટેઈનમેન્ટ સાતે મળીને લોકોને સાયબર બુલિંગ વિરુદ્ધ જાગૃતતા લાવવાનું કામ કરી રહી છે
તસવીર સૌજન્ય : એક્સ
ઝોયા અખ્તર (Zoya Akhtar) દિગ્દર્શિત ફિલ્મ `ખો ગયે હમ કહાં` (Kho Gaye Hum Kahan Trailer) તાજેતરમાં જ નેટફ્લિકસ (Netflix) પર રિલીઝ થઈ છે. અનન્યા પાંડે (Ananya Panday), સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) અને આદર્શ ગૌરવ (Adarsh Gourav) સ્ટારર ફિલ્મ `ખો ગયે હમ કહાં` લોકોના દિલો પર રાજ કરી રહી છે. ત્યારે જ આ ફિલ્મના પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઈનમેન્ટ (Excel Entertainment)એ મુંબઈ પોલીસ (Mumbai Police) સાથે હાથ મેળવીને સાયબર બુલિંગ (Cyber Bullying) વિરુધ્ધ જાગરુકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
એક્સેલ એન્ટરટેઈનમેન્ટની ફિલ્મ `ખો ગયે હમ કહાં` રિલીઝ થઈ છે ત્યારથી જ તેની ચર્ચા તઈ રહી છે. આજની પેઢીના યુવાનો માટે આ ફિલ્મની વાર્તા રિલેટેબલ છે. જેને કારણે યુવા પેઢી ફિલ્મને ખૂબ પસંદ કરી રહી છે. રિલેટેબલ વિષયને કારણે ફિલ્મના ચોતરફ વખાણ થઈ રહ્યા છે. સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને આદર્શ ગૌરવ અભિનીત આ ફિલ્મ સોશ્યલ મીડિયાની દુનિયા અને આ પેઢીના યુવાનોના જીવન પર કેવી અસર કરે છે તે વિશે વાત કરે છે. જ્યારે ફિલ્મે ખરેખર દર્શકોના એક મોટા વર્ગને પ્રભાવિત કર્યા છે, ત્યારે જ ફિલ્મ `ખો ગયે હમ કહાં`એ મુંબઈ પોલીસનું પણ ધ્યાન ખેંચ્યું છે. જેમણે પ્રેક્ષકોમાં સાયબર બુલિંગ વિશે જાગૃતિ ફેલાવવા માટે રસપ્રદ રીતે ફિલ્મના શીર્ષકનો ઉપયોગ કર્યો છે.
ADVERTISEMENT
મુંબઈ પોલીસે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક તસવીર શૅર કરી છે. જેમાં લખ્યું છે કે, `જ્યારે ફિલ્મ `ખો ગયે હમ કહાં` સાયબર બુલિંગમાં અમારો સાથ આપે છે.` તેણે આગળ કેપ્શનમાં લખ્યું છે કે, ‘સાયબર બુલિંગ એ કોઈ હાસ્યજનક બાબત નથી – કોઈપણ પ્રકારની ટ્રોલિંગની સખત નિંદા કરવામાં આવે છે અને તે સજાપાત્ર ગુનો છે. વાણીની સ્વતંત્રતાનો અધિકાર તમને અપ્રિય ભાષણનો અધિકાર આપતો નથી - અન્યના અધિકારોનું ઉલ્લંઘન કર્યા વિના તમારા અધિકારોનો ઉપયોગ કરો. #ScrollDontTroll #SayNoToCyberBulling.’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, મુંબઈ પોલીસ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે હંમેશા નવા નવા અખતરાં કરે છે. તેઓ ઘણીવાર વાયરલ અને ટ્રેન્ડિંગ વસ્તુઓનો સહારો લે છે અને પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ પરથી તે પોસ્ટ કરીને લોકોને જાગૃત કરે છે.
ફિલ્મની વાત કરીએ તો તેનું દિગ્દર્શન નવોદિત દિગ્દર્શક અર્જુન વરણ સિંહ (Arjun Varain Singh) દ્વારા કરવામાં આવ્યું છે અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટના રિતેશ સિધવાની (Ritesh Sidhwani) અને ફરહાન અખ્તર (Farhan Akhtar) દ્વારા ટાઈગર બેબી (Tiger Baby)ની રીમા કાગતી (Reema Kagti) અને ઝોયા અખ્તર (Zoya Akhtar) સાથે મળીને ફિલ્મનું નિર્માણ કર્યું છે. આ ફિલ્મ અત્યારે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.


