આ વિડિયો શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘મારી દાદી ફાયર છે. મારા પર ફોકસ કરવાની જરૂર નથી
કાર્તિક આર્યાન
કાર્તિક આર્યને હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં તેની ફિટનેસ ઇન્સ્પિરેશન એટલે કે દાદી જોવા મળી રહી છે. આ વિડિયોમાં કાર્તિક તેના બૅક મસલ્સ માટે ૫૦ કિલોના ડમ્બેલ્સ ઉઠાવતો જોવા મળી રહ્યો છે. તેની બાજુમાં તેની દાદી પણ તેના શૉલ્ડરની કસરત કરતી જોવા મળી રહી છે. આ વિડિયો શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘મારી દાદી ફાયર છે. મારા પર ફોકસ કરવાની જરૂર નથી, પરંતુ મારી બાજુમાં જે ચૅમ્પિયન છે એના પર ધ્યાન આપો. તે હંમેશાં જિમમાં કસરત કરતાં હોય છે. તેઓ મારી ફિટનેસની ખરી પ્રેરણા છે.’