મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય અને વેલનેસ પર કામ કરતી ન્યુ યૉર્કમાં રહેતી એક ભારતીય કન્ટેન્ટ-ક્રીએટરે એક વિડિયો શૅર કર્યો છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
કાર્તિક આર્યન તેના તાજેતરમાં ગોવા વેકેશનને કારણે વિવાદમાં ફસાયો છે. હકીકતમાં કાર્તિકે ગોવાથી એક તસવીર શૅર કરી હતી જેના તરત જ બાદ સોશ્યલ મીડિયા પર ગ્રીસની ૧૮ વર્ષની ટીનેજરની પણ બરાબર એ જ લોકેશન પરથી તસવીર આવી જ્યાં કાર્તિક હાજર હતો. ત્યાર બાદથી બન્નેના ડેટિંગના સમાચાર ચર્ચામાં આવ્યા હતા. એ પછી કેટલાક ઑનલાઇન દાવાઓ સામે આવ્યા કે છોકરીની ઉંમર કદાચ ૧૭ વર્ષ હોઈ શકે છે ત્યારે કાર્તિક સામે ભારે વિરોધ શરૂ થયો અને તેના પર સગીર સાથે સંબંધ હોવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા.
આ વિવાદ વચ્ચે એક નવો વિડિયો વાઇરલ થયો છે જે આ ચર્ચાની આગમાં ઘી નાખી રહ્યો છે. હાલમાં મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય અને વેલનેસ પર કામ કરતી ન્યુ યૉર્કમાં રહેતી એક ભારતીય કન્ટેન્ટ-ક્રીએટરે એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં તેણે દાવો કર્યો હતો કે ફેબ્રુઆરી ૨૦૨૫માં તેણે ડેટિંગ ઍપ ‘Raya’ પર કાર્તિક આર્યનનો પ્રોફાઇલ જોયો હતો. આ વિડિયોમાં કન્ટેન્ટ-ક્રીએટર કહે છે કે કાર્તિકે ત્યાં પોતાની ઉંમર ૩૨ વર્ષ બતાવી હતી, જ્યારે હકીકતમાં એ સમયે તેની ઉંમર ૩૬ વર્ષ હતી.


