ફિલ્મ જોઈને તમે એકદમ સાઉથ ઇન્ડિયન ફિલ્મની (Feel of South Indian Film) ફીલ મળશે. તો કાર્તિકને જોઈને તમને અલ્લૂ અર્જુનની (Allu Arjun) યાદ પણ આવી જશે. કાર્તિકને દળદાર એક્શનમાં જોઈને તેના ચાહકો ખૂબ જ એક્સાઇટેડ છે.

કાર્તિક આર્યન (ફાઈલ તસવીર)
કાર્તિક આર્યનના (Kartik Aaryan Birthday) જન્મદિવસે તેમના ચાહકોને મોટી સરપ્રાઈઝ (Surprise) મળી છે. તેમની અપકમિંગ ફિલ્મ (Upcoming Film) શહઝાદાનો (Shehzada First look) ફર્સ્ટ લુક મેકર્સે રિલીઝ કરી દીધો છે. ફિલ્મ જોઈને તમે એકદમ સાઉથ ઇન્ડિયન ફિલ્મની (Feel of South Indian Film) ફીલ મળશે. તો કાર્તિકને જોઈને તમને અલ્લૂ અર્જુનની (Allu Arjun) યાદ પણ આવી જશે. કાર્તિકને દળદાર એક્શનમાં જોઈને તેના ચાહકો ખૂબ જ એક્સાઇટેડ છે. તો અલ્લૂ અર્જુનના ચાહકોને લાગી રહ્યું છે કે કાર્તિકે અલ્લૂને સંપૂર્ણ રીતે કૉપી કર્યો છે જે ખોટું છે. જણાવવાનું કે શેહઝાદા અલ્લૂ અર્જુનની ફિલ્મ અલા વૈકુંઠપુરમલોની હિન્દી રીમેક છે.
ક્રિતી સેનન છે લીડ એક્ટ્રેસ
ફિલ્મમાં કાર્તિક આર્યનનું નામ બંટૂ છે. ક્રિતી સેનને તેના જન્મદિવસની પોસ્ટમાં આ જ નામ લખ્યું હતું. સાથે જ હિંટ આપી હતી કે મોટી ભેટ આજે મળવાની છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે લીડ એક્ટ્રેસના રોલમાં ક્રિતી સેનન છે.
View this post on Instagram
આ પણ વાંચો : Kartik Aaryan:જ્યારે કિસિંગ સીનમાં પડયા લોચા, નિર્દેશક સુભાષ ઘાઈ થયા હતા ગુસ્સે
ડબને લઈને થઈ હતી કૉન્ટ્રોવર્સી
અલ્લૂ અર્જુનની ફિલ્મ અલા વૈંકુઠપુરમલોએ જબરજસ્ત કમાણી કરી હતી. ફિલ્મની હિંદી ડબિંગ રિલીઝને લઈને કૉન્ટ્રોવર્સી પણ સામે આવી હતી. પુષ્પાના રિલીઝ વખતે જ્યારે લોકોના મન પર અલ્લૂ અર્જુન છવાયેલો હતો ત્યારે નિર્ણય લેવામાં આવ્યો હતો કે અલા વૈકુંઠપુરમલોની હિન્દી ડબ રિલીઝ કરવામાં આવે. જો કે, ત્યારે શેહઝાદાનું હિન્દી વર્ઝન બની રહ્યું હતું. મનીષ ગિરીશ શાહ પાસે હિન્દી ડબિંગના રાઈટ્સ હતા.. રિપૉર્ટ્સ હતા કે શેહઝાદાને નુકસાન ન થાય તે માટે અલ્લૂ અર્જુનના પિતા અલ્લૂ અરવિંદે મુંબઈ જઈને મનીષને હિન્દી ડબ રિલીઝ કરતા અટકાવ્યા. બન્નેના રાઈટ્સ અલ્લૂ અરવિંદે જ વેચ્યા હતા.