કરિશ્મા કહે છે કે તેની આ સુંદરતાનું રહસ્ય મોંઘાં કૉસ્મેટિક્સ કે અઘરું સ્કિનકૅર રૂટીન નથી, તેની બ્યુટી-ફિલોસૉફી જટિલ સ્કિનકૅર રૂટીન કરતાં સાદગી પર આધારિત છે.
કરિશ્મા કપૂર
બાવન વર્ષની ઉંમરે પણ કરિશ્મા કપૂરનો ચહેરો કુદરતી તેજથી ઝળહળતો રહે છે. કરિશ્મા કહે છે કે તેની આ સુંદરતાનું રહસ્ય મોંઘાં કૉસ્મેટિક્સ કે અઘરું સ્કિનકૅર રૂટીન નથી, તેની બ્યુટી-ફિલોસૉફી જટિલ સ્કિનકૅર રૂટીન કરતાં સાદગી પર આધારિત છે. કરિશ્માએ પોતાના બ્યુટી-સીક્રેટ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘ખરેખર કહું તો હું ખાસ કંઈ કરતી નથી. નાનપણથી હું મારી દાદી અને નાનીને ઘરગથ્થુ દેશી ઉપાયો અપનાવતાં જોતી આવી છું. ઘી ખાવું હોય, ચહેરા પર ઘી લગાવવું હોય કે પછી મલાઈનો ઉપયોગ કરવો હોય... આ બધું અમે બાળપણથી જોતા આવ્યા છીએ. હું અને મારી બહેન બન્ને આ રીતો સાથે મોટાં થયાં છીએ એટલે આજે પણ અમે એનું પાલન કરીએ છીએ. મારાં દાદી હંમેશાં ઘી ખાવાનો કે લગાવવાનો આગ્રહ કરતાં હતાં. તમે ઘીને ભાતમાં લો કે રોટલી સાથે ખાઓ, આખરે એ શરીરમાં જાય છે અને તમને તેજસ્વી બનાવે છે. હું ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે એના પર નિયમિત રીતે ઘી લગાવું છું.’
