આ સ્ટાર્સ ફિલ્મમેકર મેઘના ગુલઝારના આગામી ક્રાઇમ ડ્રામામાં જોવા મળશે. બૉલીવુડમાં હાલમાં એક નવી જોડીની ચર્ચા છે. આ જોડી છે કરીના કપૂર ખાન અને પૃથ્વીરાજ સુકુમારનની. આ જોડી હવે ફિલ્મમેકર મેઘના ગુલઝારની આગામી ફિલ્મ ‘દાયરા’માં જોવા મળશે.
કપૂર ખાન, પૃથ્વીરાજ સુકુમારન અને મેઘના ગુલઝાર
બૉલીવુડમાં હાલમાં એક નવી જોડીની ચર્ચા છે. આ જોડી છે કરીના કપૂર ખાન અને પૃથ્વીરાજ સુકુમારનની. આ જોડી હવે ફિલ્મમેકર મેઘના ગુલઝારની આગામી ફિલ્મ ‘દાયરા’માં જોવા મળશે. ‘રાઝી’ અને ‘તલવાર’ જેવી ફિલ્મો આપનાર મેઘના ગુલઝારની આ ફિલ્મ ક્રાઇમ ડ્રામા છે. ‘દાયરા’ની વાર્તા મેઘના ગુલઝાર, યશ કેસવાની અને સીમા અગ્રવાલે મળીને લખી છે.
એક ચર્ચા મુજબ આ ફિલ્મ ૨૦૧૯માં હૈદરાબાદમાં ૨૬ વર્ષની વેટરિનરી ડૉક્ટરના ચર્ચાસ્પદ રેપ અને મર્ડર કેસની વિગતોના આધારે બનાવવામાં આવશે. આ કેસમાં અંતે ચારે આરોપીની પોલીસ અરેસ્ટ કરીને તેમનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું.
કરીનાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આ ફિલ્મની બહુ ઉત્સાહથી જાહેરાત કરીને લખ્યું છે કે ‘હું હંમેશાં ડિરેક્ટરના ઇશારા પર કામ કરનારી ઍક્ટ્રેસ રહી છું. આ વખતે મેઘના ગુલઝાર જેવી શાનદાર ડિરેક્ટર સાથે કામ કરવાની તક મારા માટે ખાસ છે. પૃથ્વીરાજની ઍક્ટિંગની હું ફૅન છું. તેમની સાથે કામ કરવાનો અનુભવ મારા માટે રોમાંચક સાબિત થશે. ‘દાયરા’ મારા માટે ડ્રીમ ટીમનો પ્રોજેક્ટ છે. ચાલો એને ખાસ બનાવીએ.’

