તે ૨૦ કરોડ રૂપિયાના ટૅક્સ સાથે ૨૦૨૩-’૨૪ના વર્ષ માટે પહેલા નંબરે છે
કરીના કપૂર ખાન
ભલે ફિલ્મોના પડદે આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ વધુ છવાયેલી રહેતી હોય, પણ ઇન્કમ ટૅક્સ ભરવાના મામલે કરીના કપૂર ખાન આગળ નીકળી ગઈ છે. ફિલ્મો, ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ ઉપરાંત બિઝનેસ વેન્ચર્સની આવકને કારણે તે ૨૦ કરોડ રૂપિયાના ટૅક્સ સાથે ૨૦૨૩-’૨૪ના વર્ષ માટે પહેલા નંબરે છે. સેલિબ્રિટીઝના ઓવરઑલ લિસ્ટમાં કરીના બારમા નંબરે છે. મહિલાઓમાં બીજા નંબરે છે કિયારા અડવાણી, જેણે ૧૨ કરોડ રૂપિયા ટૅક્સ ભર્યો છે. ત્રીજા નંબરે ૧૧ કરોડના ટૅક્સ સાથે કૅટરિના કૈફ ચોથા નંબરે છે. આલિયા આ યાદીમાં જોવા નથી મળી.