અહીં કરીનાને જોવા માટે સોહો રોડ પર તેના હજારો ફૅન્સ ભેગા થઈ ગયા હતા
કરીના કપૂર
કરીના કપૂરે શનિવારે બર્મિંગહૅમમાં એક સ્ટોર લૉન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. અહીં કરીનાને જોવા માટે સોહો રોડ પર તેના હજારો ફૅન્સ ભેગા થઈ ગયા હતા અને લગભગ ત્રણ કલાક સુધી ત્યાં ભીડ જામેલી રહી હતી. કરીનાએ આ ઇવેન્ટમાં શાઇનિંગ સિલ્વર સાડી અને આકર્ષક હોલ્ટર-નેક બ્લાઉઝ પહેર્યું હતું. કરીનાનો આ લુક તેના ફૅન્સને બહુ ગમ્યો છે. કરીનાએ પણ ફૅન્સ સાથે તસવીરો ક્લિક કરાવીને તેમને ઑટોગ્રાફ આપ્યા હતા.


