એમાં ફૅન્સે કરણને કેટલાક પર્સનલ અને પ્રોફેશનલ સવાલો પૂછ્યા હતા.
કરણ જોહર
કરણ જોહરને સોશ્યલ મીડિયામાં સેક્સ્યુઍલિટી પર સવાલ પુછાયો હતો. તેણે હાલમાં જ આસ્ક મી ઍનિથિંગ સેશનનું આયોજન કર્યું હતું. એમાં ફૅન્સે તેને કેટલાક પર્સનલ અને પ્રોફેશનલ સવાલો પૂછ્યા હતા. તેણે એના જવાબો મજાકિયા અંદાજમાં આપ્યા હતા. તે દસ મિનિટ માટે સોશ્યલ મીડિયામાં આવ્યો હતો. એક ફૅને તેને પૂછ્યું કે તું ગે છે, ખરુંને?
એના જવાબમાં કરણે લખ્યું કે તને ઇન્ટરેસ્ટ છે?
તો અન્ય ફૅને પૂછ્યું કે તને કઈ વસ્તુનો પસ્તાવો થઈ રહ્યો છે? એનો જવાબ આપતાં કરણે લખ્યું કે ‘મને કદી પણ મારી ફેવરિટ શ્રીદેવી મૅમ સાથે કામ કરવાની અને તેમને ડિરેક્ટ કરવાની તક નહીં મળે.’


