Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરણ જોહરે મેટ ગાલામાં પહેર્યું દિગ્ગજ ચિત્રકાર રાજા રવિ વર્માને સમર્પિત આઉટફિટ

કરણ જોહરે મેટ ગાલામાં પહેર્યું દિગ્ગજ ચિત્રકાર રાજા રવિ વર્માને સમર્પિત આઉટફિટ

Published : 06 May, 2026 10:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેટ ગાલામાં પોતાની ડેબ્યુ નાઇટ માટે કરણે ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલું ખાસ આઉટફિટ પહેર્યું હતું

કરણના આ લુકનું નામ ‘ફ્રેમ્ડ ઇન ઇટર્નિટી’ હતું

કરણના આ લુકનું નામ ‘ફ્રેમ્ડ ઇન ઇટર્નિટી’ હતું


ફૅશન-આઇકન અને ફિલ્મમેકર કરણ જોહરે સોમવારે મેટ ગાલા 2026માં હાજરી આપી હતી. મેટ ગાલામાં પોતાની ડેબ્યુ નાઇટ માટે કરણે ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલું ખાસ આઉટફિટ પહેર્યું હતું જે દિગ્ગજ ચિત્રકાર રાજા રવિ વર્માને સમર્પિત હતું. કરણનું આ આઉટફિટ જીવંત કૅન્વસ જેવી લાગણી આપતું હતું.

કરણના આ લુકનું નામ ‘ફ્રેમ્ડ ઇન ઇટર્નિટી’ હતું જેમાં પાવર-શોલ્ડર જૅકેટ હતું અને લગભગ ૬ ફુટ લાંબી લહેરાતી કેપે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. કેપ એટલે કે ખભા પર પહેરાતા સ્લીવ વગરના વસ્ત્રનો દરેક ભાગ હાથથી બનાવાયેલા ડિઝાઇનથી સજ્જ હતો, જેમાં રાજા રવિ વર્માની પ્રખ્યાત કલાત્મક શૈલીથી પ્રેરિત તત્ત્વો હતાં. આ આઉટફિટને તૈયાર કરવામાં ૮૦થી વધુ કલાકારોને અંદાજે ૮૫ દિવસથી વધુ સમય લાગ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK