કૅટરિના કૈફની ‘મૅરી ક્રિસમસ’ ૧૫ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. એ જ વખતે સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘યોદ્ધા’ રિલીઝ થવાની છે.
કરણ જોહર
કરણ જોહરની ‘યોદ્ધા’ સાથે ‘મૅરી ક્રિસમસ’ની ક્લૅશ થવાની છે. એને લઈને તેણે પોતાનો રોષ સોશ્યલ મીડિયામાં ઠાલવ્યો છે. કૅટરિના કૈફની ‘મૅરી ક્રિસમસ’ ૧૫ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. એ જ વખતે સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘યોદ્ધા’ રિલીઝ થવાની છે એથી કોઈનું નામ લીધા વગર થ્રેડ્સ પર કરણ જોહરે લખ્યું છે કે ‘ફોન પર જણાવવાની નમ્રતા દેખાડ્યા વગર આવી રીતે ક્લૅશ કરવી એ કેટલી હદે યોગ્ય છે. આવી આશા કોઈ પણ સ્ટુડિયો કે પ્રોડ્યુસર્સ પાસે ન રાખી શકાય. થિયેટર્સના કપરા સમયમાં જો આપણે એકતા નહીં દેખાડીએ તો પછી અમને ફ્રેટર્નિટી કહેવાનો કોઈ અર્થ નથી.’


