ડિલિવરી બૉય્સ માટે મુંબઈ અને દિલ્હીમાં PVR અને INOXએ સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખ્યું હતું.
તેમની સાથે લીધેલા સેલ્ફીને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કપિલ શર્માએ કૅપ્શન આપી હતી, ‘દરરોજ લોકોને ખુશીઓની ડિલિવરી આપતા લોકો માટે સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું.’
કપિલ શર્માની શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝ્વિગાટો’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ ડિલિવરી બૉય્સ માટે યોજાયું હતું. ડિરેક્ટર નંદિતા દાસની આ ફિલ્મમાં ડિલિવરીબૉયને રોજબરોજ કેવી કઠણાઈનો સામનો કરવો પડે છે એના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કપિલ શર્મા ડિલિવરીબૉયની ભૂમિકામાં છે. તેણે લૉકડાઉનમાં નોકરી ગુમાવ્યા બાદ ડિલિવરીબૉય તરીકેની નોકરી કરવી પડે છે. ફિલ્મમાં તેની સાથે શહાના ગોસ્વામી, તુષાર આચાર્ય અને સયાની ગુપ્તા લીડ રોલમાં છે. ડિલિવરી બૉય્સ માટે મુંબઈ અને દિલ્હીમાં PVR અને INOXએ સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખ્યું હતું. તેમની સાથે લીધેલા સેલ્ફીને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કપિલ શર્માએ કૅપ્શન આપી હતી, ‘દરરોજ લોકોને ખુશીઓની ડિલિવરી આપતા લોકો માટે સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું.’