તેનો ‘ધ કપિલ શર્મા શો’ લોકોમાં ખૂબ ફેમસ છે.
કપિલ શર્મા
કપિલ શર્માએ તેના ફૅન્સ પાસે એક સલાહ માગી છે. તેણે લોકોને પૂછ્યું છે કે પ્રોફાઇલ પિક્ચર માટે કયો ફોટો રાખવામાં આવે? તેનો ‘ધ કપિલ શર્મા શો’ લોકોમાં ખૂબ ફેમસ છે. પોતાની ફિલ્મોને પ્રમોટ કરવા માટે સેલિબ્રિટીઝ આ શોમાં જાય છે. શોમાં કલાકારો ખૂબ ધમાલ મચાવે છે. સાથે જ શોનાં વિવિધ કૅરૅક્ટર્સ તેમની અદાથી લોકોને હસાવે છે. પોતાના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કપિલે કૅપ્શન આપી હતી, ‘તમને જ્યારે તમારું કામ પસંદ હોય તો સન્ડે જેવું કાંઈ હોતું નથી અને દરરોજ સન્ડે જ હોય છે. બાય ધ વે, આ બધા ફોટોમાંથી પ્રોફાઇલ પિક્ચર માટે કયો ફોટો સિલેક્ટ કરું એ પણ જણાવો.’