હવે તેમણે તેમની આગામી સાઇકોલૉજિકલ થ્રિલરનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. ફિલ્મનું નામ જાણવા નથી મળ્યું

કંગના રનોટ અને આર. માધવન
કંગના રનોટ લગભગ આઠ વર્ષ બાદ આર. માધવન સાથે ફિલ્મમાં કામ કરવાની છે. આ બન્નેએ છેલ્લે ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’માં કામ કર્યું હતું. હવે તેમણે તેમની આગામી સાઇકોલૉજિકલ થ્રિલરનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. ફિલ્મનું નામ જાણવા નથી મળ્યું. ફિલ્મના શૂટિંગ પહેલાં મુહૂર્ત પૂજાનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી, ‘અમારી નવી જર્નીની શરૂઆતમાં તમારા સૌના આશીર્વાદ અને પ્રેમની જરૂર છે. હું મારા અનેક ફેવરિટ્સ સાથે ફરીથી કામ કરી રહી છું. આજે ચેન્નઈમાં અમે અમારી નવી સાઇકોલૉજિકલ થ્રિલરનું શૂટિંગ શરૂ કરી દીધું છે. વધુ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે. અત્યારે અમને આ હટકે અને એક્સાઇટિંગ સ્ક્રિપ્ટ માટે તમારા સપોર્ટ અને આશિષ જોઈએ છે.’

