Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઈમરજન્સી સામે ક્લેશ ઈચ્છે છે અમિતાભ ટાઈગર? કંગનાએ ટ્વીટમાં કર્યો મોટો ખુલાસો

ઈમરજન્સી સામે ક્લેશ ઈચ્છે છે અમિતાભ ટાઈગર? કંગનાએ ટ્વીટમાં કર્યો મોટો ખુલાસો

23 February, 2023 03:29 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટાઈગર શ્રૉફની ફિલ્મ ગણપથનું ટીઝર રિલીઝ થયા બાદ કંગનાએ કહ્યું કે તે પોતાની ફિલ્મ 20 ઑક્ટોબરે રિલીઝ કરવા માગતી હતી, પણ બૉલિવૂડ માફિયા જબરજસ્તી તેની સાથે ક્લેશ કરવા માગે છે.

કંગના રણોત (ફાઈલ તસવીર)

કંગના રણોત (ફાઈલ તસવીર)


કંગના રણોત પ્રમાણે બૉલિવૂડ માફિયા તેમની ફિલ્મ ઈમરજન્સી સાથે ક્લેશ કરવાના પ્રયત્નમાં લાગેલા છે. આ દાવો એક્ટ્રેસે પોતાના નવા ટ્વીટ્સમાં કર્યો છે. ટાઈગર શ્રૉફની ફિલ્મ ગણપથનું ટીઝર રિલીઝ થયા બાદ કંગનાએ કહ્યું કે તે પોતાની ફિલ્મ 20 ઑક્ટોબરે રિલીઝ કરવા માગતી હતી, પણ બૉલિવૂડ માફિયા જબરજસ્તી તેની સાથે ક્લેશ કરવા માગે છે.

કંગના રણોત પોતાની ફિલ્મ ઇમરજન્સીને લઈને ચર્ચામાં છે. ઈન્દિરા ગાંધીના પાત્રમાં કંગના મોટા પડદા પર આગ લગાડવા માટે આ વર્ષે આવશે. અનેક ફેન્સ તેની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ કંગના રણોત પ્રમાણે બૉલિવૂડના માફિયા તેમની ફિલ્મ સાથે ક્લેશ કરવાની કોશિશમાં લાગેલા છે.



કંગનાએ મૂક્યો મોટો આરોપ
આ વખતે કંગના રણોતે ટ્વિટર પર વાત કરી. પ્રૉડ્યૂસર ભૂષણ કુમાર, અમિતાભ બચ્ચન અને ટાઈગર શ્રૉફને નિશાને લાવતા કંગનાએ મોટો આરોપ મૂક્યો છે. તેણે લખ્યું છે, "જ્યારે હું મારી ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ માટે તારીખ શોધી રહી હતી તો મેં જોયું કે આ વર્ષનું કેલેન્ડર લગભગ ફ્રી છે. કદાચ આનું કારણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બનનારી ફિલ્મો સારી રીતે ન ચાલવાનું છે. મારી પોસ્ટ પ્રૉડક્શન ટાઈમલાઈન પ્રમાણે મેં 20 ઑક્ટોબરની ડેટની પસંદગી કરી હતી. આના એક અઠવાડિયામાં જ ટી-સીરિઝના માલિક ભૂષણ કુમારે પોતાની ફિલ્મ 20 ઑક્ટોબરના રિલીઝ કરવાની જાહેરાત કરી દીધી."


કંગનાએ આગળ કહ્યું, "આખું ઑક્ટોબર ફ્રી છે. નવેમ્બર અને ડિસેમ્બર પણ ફ્રી છે. અહીં સુધી કે સપ્ટેમ્બર પણ ફ્રી છે. પણ આજે અમિતાભ બચ્ચન અને ટાઈગર શ્રૉફે પોતાના પ્રૉજેક્ટની રિલીઝ ડેટ 20 ઑક્ટોબર જણાવી છે. હાહા, લાગે છે કે પેનિક મીટિંગ્સ થઈ રહી છે બૉલિવૂડ માફિયા ગેન્ગ્સમાં."

Story Shared on Instagram by Kangana Ranaut


પોતાના છેલ્લા ટ્વીટમાં કંગનાએ લખ્યું, "હવે હું ઈમરજન્સીની રિલીઝ ડેટની જાહેરાત રિલીઝના એક મહિના પહેલા જ કરીશ, તે પણ ટ્રેલરની સાથે. જ્યારે આખું વર્ષ ખાલી છે તો ક્લેશની શું જરૂર છે ભાઈ? આ હાલત છે ઈન્ડસ્ટ્રીની તો આટલી ખરાબ દુર્બુદ્ધિ, શું ખાઓ છો તમે બધા, આટલા આત્મ વિનાશકારી કેવી રીતે છો?"

રિલીઝ થયું ગણપતનું ટીઝર
ટાઈગર શ્રૉફની ફિલ્મ ગણપતનું ટીઝર બુધવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મ કોરોના કાળ પછીના સમયમાં સેટ છે. ટીઝરમાં ટાઈગરને અજાણી લોકેશન પણ જોઈ શકાય છે. તે બ્લેક કલરના આઉટફિટમાં દેખાય છે. તે કહે છે, `મને ન તો લડવું ગમે છે કે ન તો લડવાવાળા. વિચારી રહ્યો છું બન્નેમાંથી કોને ખતમ કરું?`

આ પણ વાંચો : ‘ગુલમોહર’ની સ્ક્રિપ્ટ વાંચ્યાના ત્રણ-ચાર દિવસ બાદ હા પાડી હતી શર્મિલા ટાગોરે

આ ટીઝર આવ્યા બાદ કંગના રણોત ભડકી અને તેણે ટ્વીટ કર્યા. ફિલ્મ ગણપતમાં ટાઈગર શ્રૉફ સાથે અમિતાભ બચ્ચન અને ક્રિતી સેનન પણ દેખાવાના છે. કંગનાની ફિલ્મ ઈમરજન્સી 1975ના સમયની છે. આ ફિલ્મમાં તે ભારતની પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીનો રોલ ભજવતી જોવા મળશે. આ ફિલ્મમાં કંગનાની સાથે અનુપમ ખેર અને મહિમા ચૌધરી સહિત અન્ય સ્ટાર્સ પણ છે.

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2023 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK